રામ મંદિર ને બોમ્બથી ઉડાવવાની ધમકી

ayodhya ram mandir exit road will be wider it will be easier for Ramlala  devotees in the crowd अयोध्या राम मंदिर का निकास मार्ग होगा और चौड़ा, भीड़  में रामभक्तों को होगी आसानी, Uttar-pradesh Hindi News - Hindustan

અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા અધિકારીઓ(DM)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. સોમવારે રાત્રે મેઇલ મળ્યા બાદ રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી અપાઈ છે. મેઇલમાં લખ્યું છે કે, ‘વધારી દો મંદિરની સુરક્ષા.’ આ મેઇલની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મોટા ષડયંત્રની ધમકી અપાઈ છે. રામ મંદિર ટ્રસ્ટે ધમકીને ગંભીરતાથી લઈ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

Parliament set to adopt resolution on Ayodhya temple today | India News -  Times of India

ધમકીનો મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સી અયોધ્યામાં ઍલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. આ ઉપરાંત બારાબંકી, ચંદૌલી સહિતના જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે આ જિલ્લાઓમાં ડીએમને પણ મેઇલ મોકલી બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે.

Ayodhya Ram Mandir Inauguration: Your 11-day Anushthan a supreme spiritual  act, Prez Murmu writes to PM Modi ahead of Pran Pratishtha - The Times of  India

સુરક્ષા એજન્સીઓએ પ્રાથમિક તપાસ કરતા મેઇલ તમિલનાડુથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. હવે સાયબર સેલે મેઇલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, તેની તપાસ શરુ કરી દીધી છે. મેઇલ મોકલનારને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરુ કરી દેવાયા છે. હાલ અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે.

Like Maha Kumbh Ayodhya too became impenetrable for Ram Navami force  deployed from Ram temple to Saryu river रामनवमी पर महाकुंभ की तरह अयोध्या  भी हुई अभेद, राम मंदिर से लेकर सरयू

ચંદૌલીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના ઓફિશિયલ મેઇલ આઈડી પર ચંદૌલીમાં કલેક્ટર ઑફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. કોઈ વ્યક્તિએ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામીના નામે આ મેઇલ મોકલ્યો હતો. કલેક્ટરની ઑફિસને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તાત્કાલિક તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસ ફોર્સ અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવાઈ છે અને ટીમ દ્વારા આખી બિલ્ડિંગમાં તપાસ શરુ કરી દેવાઈ છે. જોકે રાહતની વાત એ છે કે, શોધખોળ દરમિયાન કોઈપણ પ્રકારનો વિસ્ફોટક પદાર્થ અથવા શંકાસ્પદ સામગ્રી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *