બાળકની હાઇટ વધારવા માટે પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર જરૂરી છે. છોકરા-છોકરીઓના શારીરિક વિકાસ અને ઊંચાઈ વધવાની ઉંમર અલગ અલગ હોય છે. બાળકની હાઇટ વધારવા અહીં આપેલું ડાયટ ચાર્ટ મદદરૂપ થશે.
બાળક જન્મ પછી તે ધીમે ધીમે મોટું થાય અને શરીર પણ વધે છે. જન્મથી લઈને એક વર્ષ સુધી બાળકનો વિકાસ સૌથી ઝડપી થાય છે. આ સમય દરમિયાન, બાળકનું વજન અને લંબાઈ બંને દર મહિને વધે છે. આ સમય દરમિયાન મગજનો વિકાસ પણ ઝડપી થાય છે. દાંત આવવા, બેસવાનું, ઊભા રહેવાનું મોટાભાગના બાળક આ એક વર્ષમાં શીખી જાય છે. ૩ થી ૬ વર્ષની ઉંમરે, બાળકનો વિકાસ થોડો ધીમો હોય છે
આ ઉંમરે બાળકનો મગજનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે, પરંતુ આ ઉંમરે બાળકમાં ભાષા, વિચારશક્તિ અને કલ્પનાશક્તિ આવે છે. ૭ વર્ષથી ૧૪ વર્ષ એ સમય છે જ્યારે ઉંચાઇ અને વજનમાં સ્થિર પરંતુ નિયમિત વધારો થાય છે. આ ઉંમરે બાળકને સારા પોષણની જરૂર હોય છે અને શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. આ ઉંમરે બાળકને હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવા કેલ્શિયમ અને પ્રોટીનની જરૂર પડે છે. છોકરા-છોકરીઓના શારીરિક વિકાસ અને ઊંચાઈ વધવાની ઉંમર અલગ અલગ હોય છે. ૧૦ થી ૧૪ વર્ષની ઉંમર દરમિયાન છોકરીઓની હાઇટ ઝડપથી વધી જાય છે, જ્યારે છોકરાઓમાં ૧૨ થી ૧૬ વર્ષની ઉંમર દરમિયાન ઉંચાઇ ઝડપથી વધે છે.
મેક્સ હેલ્થ કેરના બાળરોગ નિષ્ણાત અને નિયોનેટોલોજિસ્ટ ડો.રાણા ચંચલે જણાવ્યું હતું કે, બાળકોની ઊંચાઈ વધારવા માટે તેમના આહારમાં ચોક્કસ પોષકતત્વોનો સમાવેશ કરવો જરૂરી છે. જો કેટલાક ખોરાક ૭ વર્ષથી ૧૪ વર્ષની વયના બાળકો દ્વારા લેવામાં આવે તો બાળકનો વિકાસ ઝડપી થાય છે. તંદુરસ્ત આહારથી બાળકનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. ચાલો આપણે જાણીએ કે બાળકને સ્વસ્થ રાખવા અને તેની ઊંચાઈ ઝડપથી વધારવા માટે કયા કયા જરૂરી પોષક તત્વોનું સેવન કરી શકાય છે. અહીં ૭ વર્ષથી ૧૪ વર્ષના બાળકો માટે ડાયેટ ચાર્ટ આપવામાં આવ્યો છે, જે ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે.