ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ % નો વધારો કર્યો છે.

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 10 લાખ સરકારી કર્મચારીઓને મળશે લાભ

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ % નો વધારો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં સરકારે કર્મચારીઓને આપી દિવાળી ગિફ્ટ | chitralekha

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ફિક્સ પેના કર્મચારીઓને 30% પગાર વધારો આપવાનો નિર્ણય, થઇ શકે છે મહત્વપૂર્ણ  જાહેરાત | Fixed pay na Karmchario ne 30% Pagar Vadharo Aapvano Nirny, Thai  shake chhe Mahatvapurn Jaherat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયા હન્ડલ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે. જેમાં તેમણે વિગતવાર આ નિર્ણયને લઈ ઉલ્લેખ કર્યો છે.

સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ % નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૬ % નો વધારો કરવામાં આવ્યો છે.

આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૮ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૧ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. ૨૩૫ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે, તથા વધારાના વાર્ષિક રૂ. ૯૪૬ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *