વ્યાયામ શિક્ષકો માટે સારા સમાચાર

બેઠકમાં અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. આદેશ થતાં ઉમેદવારોની સમસ્યાનો હવે ઉકેલ આવવાની આશા જાગી છે. વ્યાયામ ઉમેદવારોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ ૩૨ દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનને ધ્યાને રાખીને મહત્વની મીટિંગનું આયોજન કર્યું હતું.

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ વ્યાયામવીરોનું આંદોલન સ્થગિત | chitralekha

ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે. વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત ૩૨ દિવસથી આંદોલન કરી રહ્યા હતા.

Gandhinagar: The 32-day-long protest of gym teachers has come to an end  with the Chief Minister guaranteeing

બેઠકમાં અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. આદેશ થતાં ઉમેદવારોની સમસ્યાનો હવે ઉકેલ આવવાની આશા જાગી છે. વ્યાયામ ઉમેદવારોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ ૩૨ દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનને ધ્યાને રાખીને મહત્વની મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવા માટેના આદેશ આપ્યા હતા. કમિટી સ્તરે કાયમી ભરતી કરવા માટે વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગેનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવશે.

વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત ૩૨ દિવસથી આંદોલનો ચાલી રહ્યા હતા. આગામી ૩ મહિનામાં ભરતી પ્રક્રિયામાં અંગે નિર્ણય લેવામાં આવશે. છેલા ૧૫ વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરવામાં ન આવી હોવાનું વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું હતું. જો કે આ સરકારી નિર્ણય બાદ વ્યાયામ શિક્ષકોમાં અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. તેમનો તર્ક છે કે જો ભરતી સરકાર કરવા જ માંગે છે તો કમિટીની ક્યાં જરૂર છે. ૧૫ વર્ષથી ભરતી નથી થઇ તે સત્ય છે તો પછી જેટલી જગ્યા ખાલી છે તેના માટે જાહેરાત બહાર પાડે. પરંતુ કમિટીની રચના કરીને આંદોલન ખાળવાનો પ્રયાસ હોવાનો આરોપ હાલમાં તો શિક્ષકો લગાવી રહ્યા છે. જ્યારે કેટલાક ઉમેદવારોનો તર્ક છે કે કમિટીની રચના થઇ છે તો તેઓ રિપોર્ટ આપશે તેના આધારે સરકાર ભરતી પણ બહાર પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *