૧૯ એપ્રિલે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો સેવા રહેશે બંધ

રાજ્ય સરકાર નાગરિકોને નવી નવી સુવિધાઓ મળે તે માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ અવરજવર કરતા લોકો માટે મેટ્રો સેવા પણ શરૂ કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં લોકો આ સેવાનો ઉપયોગ કરે છે. ત્યારે હવે જો તમે ૧૯ એપ્રિલે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવાનો ઉપયોગ કરવાની વિચારી રહ્યા હોય તો આ સમાચાર પહેલા વાંચી લેજો.
image
૧૯ એપ્રિલ શનિવારે મોટેરા અને ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો સેવા  ૫ કલાક સ્થગિત રહેશે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી આ રૂટ પર નિરીક્ષણ કરશે જેના કારણે  સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી રૂટ પર મેટ્રો રેલ સેવા બંધ રહેશે. નિરીક્ષણ બાદ મેટ્રો ટ્રેન વ્યવહાર બપોરે ૦૧:૦૦ વાગ્યાથી પૂર્વવત થશે.
Ahmedabad, India, Metro Phase 2 was inaugurated today. : r/transit
સવારે ૦૮:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે
Metro Train Route Declared Gandhinagar to Ahmedabad Metro Train will be  inaugurated by PM Modi | Metro Train: ગાંધીનગર-અમદાવાદ બાદ વડોદરા, સુરત,  રાજકોટમાં પણ દોડશે મેટ્રૉ, રૂટ અને ખર્ચની ...
તમને જણાવી દઈએ કે ૧૯ એપ્રિલે મેટ્રો સેવા થોડોક સમય માટે બંધ રહેશે. સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેશે. મોટેરાથી ગાંધીનગર સેક્ટર ૧ સુધીનો મેટ્રોનો રૂટ બંધ રહેશે. મેટ્રો સેવા બંધ રાખવા પાછળનું કારણ એ છે કે આ સમય દરમિયાન મેટ્રોના ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાશે અને તેના કારણે રૂટ બંધ રહેશે. જો કે બપોરે ૧૨:૩૦ વાગ્યા બાદ નાગરિકો મેટ્રોનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં તો મેટ્રો સેવા રાબેતા મુજબ ચાલશે. માત્ર ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવા જ ઈન્સ્પેક્શન દરમિયાન ૪ કલાક માટે બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *