ગુડ ફ્રાઇડે ૧૮ એપ્રિલે છે. આ દિવસને હોલી ડે, બ્લેક ફ્રાઇડે અને ગ્રેટ ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગડ ફ્રાઇડ ઈસાઈ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ વખતે ગુડ ફ્રાઈડે ૧૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત આ દિવસની લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાયના લોકો રાહ જોતા હતા. આ દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે. લોકો ઉપવાસ, મૌન રાખે અને ધ્યાન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવતાનો સંદેશો ફેલાવવાનું કામ કર્યું હતું. તેમણે લોકોને પ્રેમ, ક્ષમા અને બલિદાન દ્વારા મુક્તિનો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો.
આ ગુડ ફ્રાઇડેનો દિવસ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે. દુ:ખદ હોવાની સાથે સાથે આ દિવસને મોક્ષ અને આશાનું પ્રતિક પણ માનવામાં આવે છે. માન્યતા મુજબ શુક્રવારના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. તેના બે દિવસ બાદ રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી જીવીત થયા હતા. તેથી, ગુડ ફ્રાઇડે પછીનો રવિવાર ઇસ્ટર ૨૦૨૫ તરીકે ઓળખાય છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલો ઈતિહાસ.
ગુડ ફ્રાઈડે તેનું નામ કેવી રીતે પડ્યું?
ગુડ ફ્રાઈડે એ દિવસને સમર્પિત છે જ્યારે ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યા બાદ તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે શુક્રવાર એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. એટલા માટે આ શુક્રવારને ‘ગુડ ફ્રાઈડે’ કહેવામાં આવે છે. આ દિવસને હોલી ડે, બ્લેક ફ્રાઇડે અને ગ્રેટ ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને સારપ કહેવામાં આવે છે, કારણ કે, જૂના અંગ્રેજીમાં સારપનો અર્થ થાય છે પવિત્ર (Holy).