દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે ૪ માળની ઈમારત ધરાશાયી

ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે હજુ પણ ૧૦ થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 

દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે 4 માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના મોત, 10થી વધુ દટાયા 1 - image

આ દુર્ઘટના રાત્રે ૦૩:૦૦ વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૪ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ૧૦ થી વધુ લોકોને બચાવાયા છે જ્યારે અન્ય ૧૦થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 

એનડીઆરએફ, ડૉગ સ્કવૉડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *