સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અંગે એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર છે. જોકે, ભાજપે નિશિકાંત દુબેના નિવેદન બાદ તાત્કાલિક સ્પષ્ટતા કરતા કહી દીધું કે આ તેમના અંગત નિવેદને છે, પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી. 

Supreme Court is crossing limits' says BJP MP Nishikant Dubey: 'CJI  responsible for civil war in the country, if the court makes laws then shut  down the parliament' | Bhaskar English

ખરેખર તો ઝારખંડના ગોડ્ડાથી 4 વખત સાંસદ રહેલા નિશિકાંત દુબેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેની મર્યાદાઓ વટાવી રહી છે. કોર્ટ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને રદ કરી રહી છે અને રાષ્ટ્રપતિને પણ સૂચનાઓ આપી રહી છે, જે ખુદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ ૩૬૮ હેઠળ, કાયદા બનાવવાનું કામ સંસદનું છે અને કોર્ટની ભૂમિકા કાયદાનું અર્થઘટન કરવાની છે. તેમણે કહ્યું કે જો દરેક કામ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો શું સંસદ બંધ કરી દેવી જોઈએ? ભાજપના સાંસદે વધુમાં કહ્યું કે જો દરેક વસ્તુ માટે કાયદા બનાવવામાં આવ્યા છે, તો સુપ્રીમ કોર્ટ ક્યાંથી અને કેવી રીતે નવો કાયદો બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *