રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નિર્મિત કોન્ટ્રાક્ટર સંચાલિત સિટી બસના વયોવૃધ્ધ ડ્રાઈવર દ્વારા થયેલ અકસ્માતમાં હજુ સુધી એ પીડિત પરિવારને વળતર નથી મળ્યું કોટેચા ચોકથી ઈન્દીરા સર્કલ વિસ્તારમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે ચાર લોકોના મૃત્યુ થયા. લોકરોષ ફાટી નીકળ્યો, ડ્રાઈવરની બેદરકારી અને કોન્ટ્રાકટરની લાલીયાવાડીથી થયેલ અકસ્માતમાં મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી મૃતકને રૂા.૧૫ લાખ સહાય જાહેર કરેલ અને ઈજાગ્રસ્તને રૂા.૨-૨ લાખની સહાય જાહેર કરેલ.
પણ અગાઉ તા.૫ ડીસેમ્બર, ૨૦૨૪ ના રોજ રેલનગર મેઈન રોડ પર સાંજના સમયે ચાલુ બસે વયોવૃધ્ધ બસના ડ્રાઈવરને એટેક આવતા અકસ્માત થયેલ.જેમાં સંગીતાબેન ગંગારામ માકડીયા શાકભાજી લેવા ગયા ત્યારે તેમનો જીવ ગયેલ. તો ત્યારે પણ તે વિસ્તારમાં લોકરોષ ફાટી નીકળ્યો હતો. તો ત્યારે મહાનગરપાલિકાએ સહાય કેમ જાહેર ન કરી ? અકસ્માત તો થયો છે.
માણસોના જીવ પણ ગયા છે.ફરક એટલો કે અહીં ડ્રાઈવરની બેદરકારીથી ચાર જણાના જીવ ગયા છે. એક ને ખોળ અને બીજાને ગોળ એ વૃતિ કયા સુધી ચાલતી રહેશે? રેલનગરમાં થયેલ અકસ્માતમાં પહેલા સીટી બસ સંચાલકો/ડ્રાઈવરોની બેદરકારીથી ઘણા બધા અકસ્માતો થયા છે. સંગીતાબેન અને તેમના પતિ ગંગારામ ઘરકામ ઉપરાંત ઘરે બેસી ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા હોય તે ઘરમાં એક આધાર સ્તંભપણ હતા. જેથી બસ ડ્રાઈવરના કુદરતી મૃત્યુના કારણે નિર્દોષ મહિલાનો જીવ ગયો અને પરિવાર ખંડીત થયો.
પુત્ર અને પુત્રી મા વગરના થઈ ગયા. હવે મારી ઘર સંભાળવું કે રોજીરોટી કમાવવા કયા જવું ? માનવતા દાખવી તાત્કાલિક સહાય કરે તેવી તેવી મૃતકના પતિ ગંગારામ માકડિયાએ રજૂઆત કરી હતી.