પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે આજ ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. જેની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી.

Centre Convenes All Party Meeting Opposition to Be Briefed on Pahalgam  Terror Attack | Pahalgam Terror Attack: केंद्र सरकार ने बुलाई सर्वदलीय  बैठक, पहलगाम आतंकी हमले को लेकर विपक्ष को दी ...

સર્વદળીય બેઠકમાં અમિત શાહ, એસ. જયશંકર, કિરેન રિજિજૂ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જેપી નડ્ડા, સપાના રામગોપાલ યાદવ, બીજૂ જનતા દળના સસ્મિત પત્રા, ડીએમકેના ત્રિચી શિવા, આપના સંજય સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સંસદીય કાર્ય સચિવ, આઈબી ડાયરેક્ટર પણ હાજર રહ્યા. સર્વદળીય બેઠકમાં પહલગામ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પળાયું હતું.

Kashmir Pahalgam Terror Attack LIVE: All-Party Meeting Begins; Israel's  Netanyahu Dials PM Modi - News18

બેઠકથી બહાર નીકળીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દરેક એક્શન પર સરકારને અમારે સંપૂર્ણ સપોર્ટ છે.

केरल : राहुल गांधी 15 को वायनाड, 18 को कन्नूर, 22 अप्रैल को तिरुवनंतपुरम  में रोड शो और रैली करेंगे – lagatar.in

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, તમામ પક્ષોએ હુમલાની નિંદા કરી છે. કાશ્મીરમાં શાંતિના પ્રયાસ પર ચર્ચા થઈ. સરકારને કોઈ પણ એક્શન માટે સમર્થન છે.

All our MLAs intact... why is BJP keeping its MLAs in hotel: Mallikarjun  Kharge - The Economic Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *