સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી

surat raid on Bangladeshi

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં રેડ દરમિયાન શહેરમાંથી લગભગ ૪૦૦ થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે.  

VIDEO: સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 400 જેટલાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી 1 - image

૬ ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. 

VIDEO: સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 400 જેટલાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી 2 - image

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે ૪૮ કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન ૬ હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં ૪૦૦ થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. 
VIDEO: સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 400 જેટલાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી 3 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *