બિલાવલે કહ્યું કે ફક્ત એટલા માટે કે તેમની વસ્તી વધુ છે, તેઓને એ નક્કી કરવાનો હક્ક નથી કે તે કોનું પાણી છે. પાકિસ્તાનના લોકો બહાદુર અને ગર્વિત છે, અમે બહાદુરીથી લડીશું.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવતા અનેક કઠોર પગલા લીધા છે.. જેમાં પાકિસ્તાનીઓને ૪૮ કલાકમાં દેશ છોડવાના આદેશ ઉપરાંત સિંધુ જળ સંધિ પર રોક લગાવવાનો કડક નિર્ણય પણ સામેલ છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવતા પાકિસ્તાન ધૂવાં-પૂવાં થયું છે.
પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી છે કે સિંધુ નદીમાં પાણી વહેશે અથવા જે આપણો હિસ્સો છીનવી લેવા માંગે છે તેઓનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. સખારમાં સિંધુ નદીના કિનારે એક જાહેર સભાને સંબોધતા બિલાવલ ભુટ્ટોએ આ વાત કહી..
બિલાવલે કહ્યું કે ફક્ત એટલા માટે કે તેમની વસ્તી વધુ છે, તેઓને એ નક્કી કરવાનો હક્ક નથી કે તે કોનું પાણી છે. પાકિસ્તાનના લોકો બહાદુર અને ગર્વિત છે, અમે બહાદુરીથી લડીશું, સરહદો પર આપણી સેના દરેક હુમલાનો જવાબ આપવા તૈયાર છે.
બિલાવલે પોતાના નિવેદનમાં સિંધુ નદીને સમગ્ર પાકિસ્તાનનો સહિયારો વારસો ગણાવ્યો અને દેશના લોકોને એકતાની અપીલ કરી અને કહ્યું કે આપણો દરેક પાકિસ્તાની સિંધુનો સંદેશ લેશે અને દુનિયાને કહેશે કે પાણીની લૂંટ સ્વીકાર્ય નથી. દુશ્મનની નજર આપણા પાણી પર છે, આખા રાષ્ટ્રે સાથે મળીને આનો જવાબ આપવો પડશે.
ચાર પ્રાંતોની એકતા વિશે વાત કરતા બિલાવલે કહ્યું કે આ ચાર પ્રાંત ચાર ભાઈઓ જેવા છે. તેમણે ધમકી આપી હતી કે આ ચારેય મળીને ભારતના દરેક ઈરાદાનો યોગ્ય જવાબ આપશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે પહેલગામ હુમલા પછી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું પગલું ભર્યું છે, જેને પાકિસ્તાને ‘યુદ્ધ સમાન’ ગણાવ્યું છે.