પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે ૩૦ એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેમની ગેરહાજરીમાં, ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવમાં વધારો થવાને કારણે, વિદેશ મંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેમના સ્થાને, ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ ) અજિત ડોભાલે ૩૦ એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેમની ગેરહાજરીમાં, ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
૨૨ એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ અને તેમના સ્થળો વિરુદ્ધ કડક અભિયાન શરૂ કર્યું છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયો સુરક્ષાના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યા છે.
બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ બેઠકમાં ૧૧ સભ્ય દેશોના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો હાજરી આપશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જુલાઈમાં યોજાનારી બ્રિક્સ પરિષદ માટે એજન્ડા તૈયાર કરવાનો અને તેને અંતિમ સ્વરૂપ આપવાનો છે. બેઠકોમાં એઆઈ, ક્લાઇમેટ ફાઇનાન્સ, ક્રોસ બોર્ડર પેમેન્ટ પહેલ અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
વિદેશ મંત્રીઓની બેઠકમાં યુક્રેન અને પશ્ચિમ એશિયા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. પહેલગામ હુમલા પછી સુરક્ષા ચિંતાઓ પર નજર રાખી રહ્યા હોવાથી એનએસએ અને વિદેશ મંત્રીએ આ બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, બ્રિક્સ પ્લેટફોર્મ પર ભારતની હાજરી સુનિશ્ચિત કરવા માટે ભારતીય બ્રિક્સ શેરપાની ભાગીદારી મહત્વપૂર્ણ રહેશે.