જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. સરકારના આદેશ પછી, પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં મોકલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં હાજર કેટલાક પાકિસ્તાનીઓ પાછા ફર્યા છે, જ્યારે કેટલાક હજુ પણ પાછા ફરવા માટે સરહદ પર હાજર છે. પાકિસ્તાનીઓ માટે રવિવારનો દિવસ પાછા જવા માટે અંતિમ હતો અને એટલા માટે અટારી બોર્ડર પર આ લોકો લાઇનમાં લાગી ગયા હતા.
ભારતના કડક વલણ બાદ, હવે ભારતીયો પણ પાકિસ્તાનથી તેમના દેશમાં પાછા ફરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં, ૪૫૦ થી વધુ ભારતીયો અટારી-વાઘા સરહદ દ્વારા તેમના દેશમાં પાછા ફર્યા છે.
૨૫ એપ્રિલે ૧૯૧ પાકિસ્તાની નાગરિકો પાછા ગયા અને 287 ભારતીય નાગરિકો આવ્યા , ૨૬ એપ્રિલે ૭૫ પાકિસ્તાની નાગરિકો પાછા ગયા અને ૩૩૫ ભારતીય નાગરિકો પરત ફર્યા હતા. રવિવારે પણ, અટારી બોર્ડર પર પાકિસ્તાન પરત ફરતા લોકોની ભારે ભીડ હતી. . દરેક પાકિસ્તાની નાગરિક સરકારના અલ્ટીમેટમ પૂરા થાય તે પહેલાં પોતાના દેશમાં પાછા ફરવા માંગે છે. આ જ કારણ છે કે લોકો સરહદ તરફ ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા.
દેડલાઇન સમાપ્ત થયા બાદ પાકિસ્તાની નાગરી જો અહીં રોકાશે તો એમની સામે સખત કાર્યવાહી થશે અનેં એમને પકડીને અટારી બોર્ડર પર છોડી દેવામાં આવશે તેવી ચેતવણી આ પહેલા પણ અપાઈ હતી.