બોર્ડની પરિક્ષાના પરિણામોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૦, ૧૨ ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે.
બોર્ડની પરિક્ષાના પરિણામોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૦, ૧૨ ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે.. જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવાશે.. ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં આવશે તેવું જાણવા મળ્યું છે
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના ૧૪ લાખ ૨૮ હજાર ૧૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦ માં ૮ લાખ ૯૨ હજાર ૮૮૨ વિદ્યાર્થીઓએ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪ લાખ ૨૩ હજાર ૯૦૯ વિદ્યાર્થીઓએ અને ધોરણ ૧૨ સાયન્સમાં ૧ લાખ ૧૧ હજાર ૩૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. ગુજરાતના ૧૬ હજાર ૬૬૧ કેન્દ્રોમાં પરીક્ષાનુ આયોજન કરાયું હતું.
