મે મહિનામાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં ૮ મે ની આસપાસ વાવાઝોડા સાથે વરસાદનું અનુમાન છે.
ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગ અનુસાર, આવનારા દિવસોમાં એટલે કે ૩૦ એપ્રિલ સુધી તાપમાનમાં વૃદ્ધિ થઈ શકે છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકો દિવસના સમય દરમિયાન પોતાના ઘરની બહાર નથી નિકળી રહ્યા. આ દરમિયાન અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગાની મહિનાની શરૂઆતના દિવસોમાં રાજ્યના તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે.
મે મહિનામાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં ૮ મે ની આસપાસ વાવાઝોડા સાથે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેના પછી મે થી ૪ જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાત બનશે. ચક્રવાતના કારણે રાજ્યમાં વરસાદ પણ પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ઝડપી હવાઓ ૪૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
૨૮ એપ્રિલથી ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. માટે 8 મે એ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે. ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનતા વાતાવરણમાં થતા બદલાવના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં એટલે મે મહિનામાં બેથી ત્રણ વાર પ્રી-મોનસુન ગતિવિધિઓ પણ જોવા મળી શકે છે. એપ્રિલ માસમાં પ્રી-મોનસુન ગતિવિધિની ઓછી સંભાવના છે. ૧૪ થી ૧૮ મે વચ્ચે પ્રી-મોનસુન ગતિવિધિ