આજે કેનેડાની ચૂંટણીના પરિણામ

Canada Federal Election 2025 Web Banner Design Template With Canadian Flag  High-Res Vector Graphic - Getty Images

કેનેડામાં સોમવારે ચૂંટણી માટે મતદાન થયું હતું, જે બાદ ભારતીય સમય અનુસાર આજે સવારે ૧૦:૦૦ વાગ્યાથી પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. કેનેડાની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની તથા વિપક્ષ નેતા પિયરે પોઇલિવરે વચ્ચે છે. જોકે પરિણામ આવે તે પહેલા સરવે અનુસાર લિબરલ પાર્ટી કન્ઝર્વેટિવ કરતાં આગળ ચાલી રહી છે. 

Mark Carney vs Pierre Poilievre

માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. તાજા સરવે અનુસાર લિબરલ્સને ૪૨.૬ % જ્યારે કન્ઝર્વેટિવ્સને ૩૯.૯ % લોકોનું સમર્થન મળ્યું છે. જે બાદ અનુમાન છે કે લિબરલ પાર્ટી ૩૪૩ બેઠક ધરાવતી સંસદમાં બહુમતી પ્રાપ્ત કરશે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું ૫૧ મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. જે બાદ કેનેડામાં દેશભક્તિની ભાવના મજબૂત થઈ. જેનો ફાયદો લિબરલ પાર્ટીને થાય તેવું અનુમાન છે. માર્ક કાર્ની કેનેડા અને બ્રિટનની સેન્ટ્રલ બૅન્કોમાં ગર્વનર રહી ચૂક્યા છે. જસ્ટિન ટ્રુડો બાદ તેમણે કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. 

Mark Carney Canada PM Candidate Liberal Party Election Update | માર્ક  કાર્ની બની શકે કેનેડાના નવા PM: 2008માં દેશને મંદીમાંથી બહાર કાઢ્યો; ટેરિફ  મુદ્દે ટ્રમ્પને દાદાગીરી ...

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ટાણે જ ફરીથી કેનેડાને ૫૧ મું રાજ્ય બનાવવાની આડકતરી ધમકી આપી હતી. તેમણે કેનેડાના લોકોને શુભકામનાઓ પાઠવતા ઓફર આપી હતી કે તે અમેરિકાનો હિસ્સો બની જાય. ટ્રમ્પે કેનેડાના લોકોને કટાક્ષમાં કહ્યું છે, કે ‘કેનેડાના વ્હાલા લોકોને શુભકામનાઓ. એવા નેતાને વોટ આપો જે તમારા ટેક્સ અડધા કરી નાંખે. તમારી સેનાને દુનિયાની સૌથી શક્તિશાળી સેના બનાવે, એ પણ ‘મફત’માં. સાથે જ તમારી કાર, સ્ટીલ, એલ્યુમિનિયમ, લાકડા, ઉર્જા પર કોઈ ટેક્સ કે ટેરિફ ન લાગે અને બિઝનેસ ચાર ગણો થઈ જાય. આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે કેનેડા અમેરિકાનું ૫૧ મું રાજ્ય બની જાય. પછી સરહદની જરૂર નહીં પડે, વિચાર તો કરો કેટલી સુંદર જમીનો હશે, કોઈ સરહદ વિના. બધાને ફાયદો જ થશે, કોઈને નુકસાન નહીં થાય. અમેરિકા હવે દર વર્ષે કેનેડા પાછળ સેંકડો અબજ ડોલરનો ખર્ચ ના કરી શકે, અથવા તો પછી રાજ્ય બની જાઓ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *