અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જોકે, હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે. 

અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી બુલડોઝર એક્શન શરૂ, મેગા ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે ફગાવી 1 - image

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ ૮૦૦ થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઆરપી તથા એસઓજી ની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે ૪૦ થી ૫૦ બુલડોઝર અને ૪૦ થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે. 

અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી બુલડોઝર એક્શન શરૂ, મેગા ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે ફગાવી 2 - image

ચંડોળામાં અત્યાર સુધી ૫૦૦ જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે.લલ્લા બિહારીએ પચાવી પાડેલી ૨૦૦૦  વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.  ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને એસી સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પુરો પાડતો હતો. 

અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી બુલડોઝર એક્શન શરૂ, મેગા ડિમોલિશન પર સ્ટેની અરજી હાઇકોર્ટે ફગાવી 3 - image

લલ્લા બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે. 

Parshuram Jayanti PNG Transparent Images Free Download | Vector Files |  Pngtree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *