પ્રધાનમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને સેનાની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે.
પ્રધાનમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને સેનાની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદને યોગ્ય ફટકો આપવો એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમને અમારા પ્રતિભાવની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને દોઢ કલાક સુધી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ અનિલ ચૌહાણ, એનએસએ અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી અને ત્યારબાદ સરકારનું નિવેદન સામે આવ્યું.
ત્યાં જ આ બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પીએમ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. આ બેઠક પણ પીએમ આવાસ પર ચાલી રહી છે.
પાકિસ્તાને પોતાની સેનાને હાઈએલર્ટ પર રાખી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પણ તેનો સ્વીકાર કર્યો છે. સોમવારે રોયટર્સને આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું કે બંને પરમાણું દેશોમાં તણાવ વધી ગયો છે.