પાકિસ્તાન ને પહલગામ આતંકી હુમલામાંથી ટીઆરએફ નું નામ હટાવ્યું હોવાની કબૂલાત

પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે, તેણે જ યુએનએસસી ના પ્રસ્તાવમાંથી પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જૂથ ટીઆરએફ નું નામ દૂર કર્યું હતું.

Pahalgam Terror Attack: પાકિસ્તાનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, પહેલગામના  આતંકવાદીઓને ગણાવ્યા 'સ્વતંત્રતા સેનાની' | Moneycontrol Gujarati

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં કબૂલ્યું હતું કે, મેં જ યુએનએસસી  (યુનાઈટેડ નેશન્સ ઓફ સિક્યુરિટી કાઉન્સિલ) દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાંથી પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)નું નામ દૂર કર્યુ હતું.

આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે ૨૨ એપ્રિલે પહલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ બાદમાં અચાનક જ આ જવાબદારીમાંથી હાથ ઝાટક્યા હતાં કે, તેના આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ટીઆરએફની પલટીથી જ લોકોએ અંદાજ લગાવ્યો હતો કે, પાકિસ્તાન સરકારના કહેવા પર ટીઆરએફે આ નિવેદન આપ્યું હશે. બાદમાં બીજા દિવસે પાકિસ્તાન સરકારે વિશ્વ સમક્ષ પહલગામ હુમલા મુદ્દે નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. 

The perpetrators of the Pahalgam terror attack will not be able to escape  now, NIA found important clues in the investigation

પાકિસ્તાને યુએનએસસી તરફથી મોકલેલા પ્રસ્તાવમાંથી આતંકી સંગઠનનું નામ દૂર કર્યું હતું. યુએનએસસી ના ૧૦ અસ્થાયી સભ્યો સામેલ છે. જે ૨-૨ વર્ષ માટે ચૂંટાય છે. સંસદમાં પાકિસ્તાન વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું કે, યુએનએસસી તરફથી પહલગામ હુમલા સાથે જોડાયેલો એક નિંદા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેમાં પહલગામનો ઉલ્લેખ હતો, જમ્મુ-કાશ્મીરનો ન હતો. પાકિસ્તાને આ મુદ્દે આપત્તિ વ્યક્ત કરતાં હુમલા માટે જવાબદાર ટીઆરએફ નો ઉલ્લેખ દૂર કર્યો હતો. પાકિસ્તાનને આ પ્રસ્તાવ મંજૂર ન હતો. અમે ફેરફાર કર્યા વિના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો હતો.

પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનો દાવો 'અમારે કોઇ લેવા દેવા નથી' ।  Pahalgam Terror Attack after Pakistan defence minister statement

ઈશાક ડારે કહ્યું કે, અમે યુએનમાં અમારા સ્થાયી પ્રતિનિધિને કહ્યું હતું કે, તમે આ પ્રસ્તાવનો વિરોધ કરી પહલગામની સાથે જમ્મુ-કાશ્મીરનું નામ લખાવો, તેમજ ટીઆરએફનું નામ દૂર કરો. ત્યારબાદ અનેક દેશોમાંથી ફોન પણ આવ્યા હતા કે, તમે પ્રસ્તાવમાં કેમ ફેરફાર કરાવવા માગો છો, પરંતુ પાકિસ્તાન અડગ રહ્યું અને પ્રસ્તાવ બદલાવ્યો.

How Pak got terror outfit's name dropped from UN statement on Pahalgam  attack - India Today

ઈશાક ડારે કહ્યું કે, જો ટીઆરએફ પોતે હુમલામાં સામેલ છે, તો તેની વિરૂદ્ધ શું પુરાવા છે. પુરાવા વિના તેનું નામ પ્રસ્તાવમાં ઉમેરવું યોગ્ય નથી. ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી નથી. ઉલ્લેખનીય છે, ટીઆરએફે હુમલા બાદ તુરંત જ તેની જવાબદારી લીધી હતી. પરંતુ ત્રણ-ચાર દિવસ બાદ પોતાનું નિવેદન ફેરવી કોઈ લેવા-દેવા ન હોવાનો દાવો કર્યો હતો.

Akshay Tritiya PNG Picture, Akshay Tritiya Religious Festival Of India  Celebration Design, Akshaya Tritiya, Akshaya Tritiya In Hindi, Happy PNG  Image For Free Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *