મહેમદાવાદમાં મેશ્વો નદીમાં ૬ કિશોર-કિશોરી ડૂબ્યા

મહેમદાવાદમાં મેશ્વો નદીમાં કિશોર-કિશોરી અને યુવતી સહિત ૬ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નાહવા જતી વખતે ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાનીએ નદીમાંથી ૩ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે. 

મહેમદાવાદમાં મેશ્વો નદીમાં 6 કિશોર-કિશોરી ડૂબ્યા, બેના મૃતદેહ બહાર કઢાયા | Five young women drown in Meshwo River in Memdabad - Gujarat Samachar

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે નદીમાં નાહવા જતા દૂર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેમદાબાદના કનીજ ગામ પાસેની મેશ્વો નદીમાં નાહવા જતી વખતે બુધવારે નદીમાં કિશોર, કિશોરી અને યુવતી સહિત ૬ ડૂબ્યા હતા. મળતી માહિતી મુજબ, યુવતી સહિતના કિશોર-કિશોરી નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. 

મેશ્વો નદી પર આ બ્રિજનું થશે લોકાર્પણ, આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

આ દુર્ઘટનામાં અમદાવાદ નરોડાના દિવ્યા સોલંકી, ફાલ્ગુની, ધ્રુવ, જીનલ, મયુર અને કનીજના ભૂમિકા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. દુર્ઘટનામાં ૩ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *