ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હટાવ્યાં

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સુરક્ષાના દૃષ્ટિકોણથી સતત કોઈને કોઈ પગલાં લઈ રહ્યું છે. દરમિયાન ૩૦ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (એનએસએબી) માં નવા સભ્યો ઉમેર્યા અને આલોક જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન પાકિસ્તાને પણ હવે ગભરાટમાં પોતાના નવા એનએસએ ની પણ નિમણૂક કરી દીધી છે.

Dg Isi Lt Gen Asim Malik Gets Additional Charge Of National Security Adviser

પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિકને સપ્ટેમ્બર ૨૦૨૪ માં આઈએસઆઈ ના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને એનએસએ નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Lt Gen Muhammad Asim Malik appointed new DG ISI - Daily Ausaf

આઈએસઆઈ ના વડા બનતા પહેલા આસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે કાનૂની અને શિસ્તબદ્ધ બાબતો સહિત લશ્કરી વહીવટી બાબતોનું નિરીક્ષણ કરતા હતા. અહેવાલ અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી, જેમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.

65 India Vs Pakistan Stock Video Footage - 4K and HD Video Clips |  Shutterstock

gujarat day, maharashtra day Template | PosterMyWall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *