મહારાષ્ટ્ર લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ

મહારાષ્ટ્રમાં કોરોનાની પાયમાલી વચ્ચે સંભવિત સંપૂર્ણ લોકડાઉન સામે વિરોધ શરૂ થયો છે. શનિવારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના નેતા ઉદયન રાજે ભોસલે હાથમાં કટોરો લઈને ભીખ માંગતા રસ્તા પર જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકએન્ડ લોકડાઉનના કારણે વેપારીઓ ત્રસ્ત છે અને ગરીબોને ભૂખે મરવા, તેમજ ભૂખે સુવાની હાલાકી વેઠવી પડી રહી છે.

તમને જણાવી દઈએ કે કોરોના સામે લોકડાઉનને લઈને વિરોધ પર બેસેલા ભોસલેએ ભિખારી આંદોલનમાંથી 450 રૂપિયા એકઠા કર્યા હતા. અને આ 450 રૂપિયાની રકમ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટે મળ્યા હતા અને લોકડાઉન ઉપર ફેરવિચારણા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારમાં બેઠેલા નિષ્ણાત જૂથને કોઈ પણ બાબતમાં નિપુણતા હોતી નથી. લોકડાઉન એ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં.

નો લોકડાઉનની કરી વાત

તેમને આગળ જણાવ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને વેપારીઓએ લોન લઈને માલની ખરીદી કરી છે. જો હવે દુકાનો ખોલવામાં આવતી નથી, તો બેંકના હપ્તા ક્યાંથી ભરાશે? તેમણે ચેતવણી આપી છે કે આવતીકાલથી તેઓ ‘નો લોકડાઉન’ જાહેર કરે છે. જો ક્યાંક સંઘર્ષ થાય તો તેની જવાબદારી ઠાકરે સરકારની રહેશે.

સાંસદ પાટીલે સમર્થનમાં ખેતરમાં ઘઉં કાપ્યા

તે જ સમયે, સતારામાં સાંસદ શ્રીનિવાસ પાટિલ લોકડાઉનના સમર્થનમાં ઘઉંનો પાક લેવા ખેતરોમાં ઉતર્યા હતા. પાટિલે લોકસભા પેટા-ચૂંટણીમાં ઉદયનરાજે ભોસાલેને હરાવ્યા હતા. પાટિલ માથા પર રૂમાલ, સફેદ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ પહેરીને ખેડૂતનો વેશ ધારણ કર્યો હતો. તેમણે લોકડાઉનને ટેકો આપીને ખેતરમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *