પીએમ નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે છે. અહીં તેમણે તિરુવનંતપુરમમાં દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડીપવોટર ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટ, વિઝિનામ ઇન્ટરનેશનલ સીપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે છે. અહીં તેમણે તિરુવનંતપુરમમાં દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડીપવોટર ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટ, વિઝિનામ ઇન્ટરનેશનલ સીપોર્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધન પણ કર્યું હતું. તે તેમના કટાક્ષ માટે જાણીતા છે અને તેણે ફરી એકવાર આવો જ કટાક્ષ કર્યો છે. તેમણે સીએમ પિનરાઈ વિજયન અને સાંસદ શશિ થરૂરનું નામ લઇને વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશારામાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને આખા ઇન્ડિયા ગઠબંધન ઉપર પણ પ્રહારો કર્યો હતો. પીએમે કહ્યું કે હું સીએમને કહેવા માંગુ છું તમે ઇન્ડી ગઠબંધનના મજબૂત સ્તંભ છો, શશિ થરૂર પણ અહીં બેઠા છે. આજનો કાર્યક્રમ ઘણા લોકોની રાતોની ઊંઘ ઉડાડી દેશે. આ વાત જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચી પણ ગઇ હશે.
પીએમ મોદીએ પોર્ટ્સનું મહત્વ સમજાવ્યું
પીએમ મોદીએ જણાવ્યું હતું કે પોર્ટની અર્થવ્યવસ્થાની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે માળખાગત વિકાસ અને વેપાર કરવામાં સરળતાને પ્રાથમિકતા આપવામાં આવે અને તેને પ્રોત્સાહન આપવામાં આવે. છેલ્લા એક દાયકામાં આ અભિગમ સરકારની બંદરગાહ અને જળમાર્ગોની નીતિઓનો આધારશિલા રહ્યો છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓને આગળ વધારવા અને રાજ્યના વિકાસને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.