અમરેલીના મૌલવીને અમદાવાદ લાવવામાં આવ્યો

ધારીના હિમખીમડીપરામાં મદરેસાના મૌલવીનું પાકિસ્તાન કનેક્શન હોવીની શંકાથી ભારે દોડધામ મચી ગઇ હતી. મૌલવીને ગુજરાત એટીએસની ઓફિસે લાવવામાં આવ્યો હતો. હાલ તેની પૂછપરછ થઈ રહી છે. જેમાં મોટા ખુલાસા થઇ શકે છે.

અમરેલીના મૌલવીને અમદાવાદ લાવવામાં આવ્યો, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી એસઓજીને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાનો મૌલવી મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જેથી એસઓજીની ટીમ પુરાવા માંગ્યા હતા પરંતુ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા ન હોવાથી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. તેને વધુ તપાસ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

મૌલવીનો મોબાઇલ ચકાસતાં પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈને હાલ પોલીસ મૌલવી અહીં કેટલા સમયથી રહેતો હતો, અત્યાર સુધી અહીં કોણ કોણ આવ્યું, પાકિસ્તાનમાં કોના કોના સંપર્કમાં હતો તે અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરતાં આ તમામ ગ્રુપનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ગ્રુપના સભ્ય તરીકે મૌલવીને જોડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગ્રુપના તમામ સભ્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશના જોવા મળ્યા હતા, જેમા મોટા પ્રમાણમાં અરબી ભાષામા મેસેજની આપ-લે થતી હતી. પોલીસે આ મેસેજનું ભાષાંતર કરાવ્યું હતું.

શુક્રવારે અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે મૌલવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતાં એની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *