રાહુલ ગાંધીએ શ્રી રામને ‘પૌરાણિક પાત્ર’ ગણાવ્યા

Rahul Gandhi in US: What if PM Modi sat next to God? Rahul explains - India News | The Financial Express

કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચર્ચા દરમિયાન ભગવાન શ્રીરામને ‘પૌરાણિક પાત્ર’ ગણાવ્યા હતા. આ નિવેદન પર ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને રામ વિરોધી અને હિન્દુ વિરોધી કહીને તેમના પર આક્રમક પ્રહારો કર્યા હતા.

Get Latest News, India News, Breaking News, Today's News - NDTV.com

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, ‘હિન્દુ રાષ્ટ્રવાદના સમયમાં બધા સમુદાયોને સાથે લઈને ચાલતી ધર્મનિરપેક્ષ રાજનીતિ કેવી રીતે બનાવી શકાય?’ તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભગવાન રામ જેવા આપણા પૌરાણિક પાત્રો દયાળુ અને ક્ષમાશીલ હતા. હું ભાજપની વિચારધારાને હિન્દુત્વ નથી માનતો. મારા માટે અસલી હિન્દુ વિચારધારા બહુલતાવાદી, સહિષ્ણુ અને પ્રેમાળ છે.’

Organiser Weekly - Voice of the Nation

ભાજપ એક “ફ્રિન્જ ગ્રુપ” છે, જેણે સત્તા અને સંસાધનો પર કબજો કરી લીધો છે. પરંતુ આ ભારતની મુખ્યધારાની વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરતું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભારતમાં કોઈ પણ મહાન સમાજ સુધારક અને રાજકીય વિચારક કટ્ટરપંથી નથી રહ્યો અને ભાજપ દ્વારા કરવામાં આવતી વાતને હું હિન્દુ વિચારધારા માનતા નથી.

Rahul Gandhi Takes Jibe At PM Modi, Says Congress Didn't Hold British Responsible For Train Accident

રાહુલના આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસની ઓળખ હવે ભગવાન રામ અને હિન્દુઓના વિરોધ સાથે જોડાયેલી છે.’

Blaming Hindus is like the indie ecosystem's own genre: Shehzad Poonawalla

પાર્ટીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતા લખ્યું, ‘રામના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ હવે તેમને પૌરાણિક પાત્ર કહી રહી છે. આ એ જ પાર્ટી છે જેણે રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો અને ‘હિન્દુ આતંકવાદ’ નો ખ્યાલ આપ્યો હતો. અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રામ મંદિરના અભિષેકમાં પણ ભાગ લીધો ન હતો. આ તેમની ભગવાન રામ અને હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે.

BJP National Spokesperson Shri Pradeep Bhandari addresses press conference on Bengal Violence. - YouTube

ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસ પહેલા ભગવાન રામને નકારતી હતી, પછી ચૂંટણી આવતાની સાથે જ સનાતનને પ્રેમ કરવાનો ડોળ કરવા લાગી હતી. આ હિન્દુઓનો ખુલ્લો વિરોધ છે.’

BJP appoints CR Kesavan as national spokesperson ahead of Lok Sabha elections - The Hindu BusinessLine

ભાજપના પ્રવક્તા સીઆર કેશવને પણ રાહુલના એક નિવેદનની ક્લિપ શેર કરીને યાદ અપાવ્યું કે, ‘વર્ષ ૨૦૦૭ માં યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભગવાન રામના અસ્તિત્વના કોઈ ઐતિહાસિક પુરાવા નથી.’

રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

If Avimukteswarananda does not speak at the Ram Temple, he is not  Shankaracharya | અવિમુક્તેશ્વરાનંદ રામ મંદિર પર ન બોલે, એ શંકરાચાર્ય નથી:  વાસુદેવાનંદે કહ્યું ...

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. શંકરાચાર્યએ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મથી સાર્વજનિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે.

News & Views :: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ હિન્દુ નિવેદનને લઈને રાહુલ  ગાંધીના સમર્થનમાં આવ્યા

બદ્રીનાથ સ્થિત શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિના સંદર્ભમાં જે નિવેદન આપ્યું, તેનાથી સંપૂર્ણ સનાતન ધર્મના અનુયાયીઓ દુઃખી છે. રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે બળાત્કારીને બચાવવાનો ફોર્મ્યૂલા બંધારણમાં નથી તમારા પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *