અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગમાં વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે (૪ મે, ૨૦૨૫) રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યાર આજે સોમવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અલગ-અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

22 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, રાજસ્થાનમાં ધૂળની આંધી:આજે ક્યાંય પણ હીટવેવનું એલર્ટ નથી, દેશભરમાં ગરમીથી રાહત મળશે - At This Time

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. 

Madhya Pradesh Weather Update; Pachmarhi Cold Waves Alert | Bhopal Indore Jabalpur | हवाओं के रुख से बढ़ी एमपी में सर्दी: पचमढ़ी में टेम्प्रेचर 8.8° पहुंचा; भोपाल, इंदौर-जबलपुर में ...

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો છે. જેમાં આજે સોમવારે (૫ મે, ૨૦૨૫) અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. હવામાનની આગાહીને પગલે જાણે વાવાઝોડું જેવી સ્થિતિ ઊભી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે શહેરના એસજી હાઈવે, નારણપુરા, ઈસ્કોન સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી હોવાનું સામે આવ્યું છે.  

Thunderstorm warning in 22 states, dust storm in Rajasthan | 22 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, રાજસ્થાનમાં ધૂળની આંધી: આજે ક્યાંય પણ હીટવેવનું એલર્ટ નથી, દેશભરમાં ...

અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે.
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ, ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે ૬૩ %, બુધવારે ૭૦ %, ગુરૂવારે ૪૩ %, શુક્રવાર-શનિવારે ૪૦ % જેટલી વરસાદની સંભાવના છે.
Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius - Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *