પાકિસ્તાની સેના પ્રમુખની ધમકીનો બલૂચ નેતાએ આપ્યો જવાબ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભયભીત થયેલી પાકિસ્તાન સરકાર માત્ર યુદ્ધથી જ નહીં આંતરીક ડખાંઓથી પણ ટેન્શનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે એક કાર્યક્રમમાં બલોચ અલતાવાદીઓને ધમકવતા શબ્દો બોલ્યા હતા, જેના બલુચ નેતાઓએ જડબાતોડ જવાબ આપ્યો છે.

Balochistan politician criticises Pakistan's state institutions for failing  Baloch people

ઈસ્લામાબાદ પ્રવાસી પાકિસ્તાનીઓનો એક કાર્યક્રમ પાકિસ્તાન સેના પ્રમુખ ધમકીભર્યા સ્વરમાં બોલ્યા હતા કે, ‘બલૂચિસ્તાન પાકિસ્તાનના માથાની ઝુમ્મર છે, આગામી ૧૦ પેઢી પણ તેને અલગ કરી શકશે નહીં.’ જેના જવાબમાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે જડબાતોડ જવાબ આપ્યો છે.

Akhtar Mengal Resignation - Not an inch of province under Pak's control:  Ex-Balochistan CM Akhtar Mengal - India Today

અખ્તર મેંગલે કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાએ ૧૯૭૧ ની શરમજનક હાર અને ૯૦,૦૦૦ સૈનિકોના આત્મસમર્પણને ક્યારેય ભૂલવું ન જોઈએ. ફક્ત તેમના હથિયારો જ નહીં, તેમના પેન્ટ પણ આજ સુધી ત્યાં લટકેલા છે.’ તેમણે (અસીમ મુનીર) કહ્યું કે, ‘પાકિસ્તાની સેના ૧૦ પેઢી સુધી બલોચ નાગરિકોને સજા આપવાની વાત કહી રહી છે, પરંતુ સવાલ એ છે કે, પાકિસ્તાની સેનાની કેટલી પેઢીઓ બંગાળીઓથી મળી, તે ઐતિહાસિક હારને રાખે છે?’

Pakistan nothing without Balochistan: Mengal

‘બલોચની પ્રજા પાકિસ્તાની સેના અને સરકારના જુલમને છેલ્લા ૭૫ વર્ષથી સહન કરી રહી છે. અમે એવા લોકો છીએ જે તમારા દરેક જુલમને યાદ રાખીએ છીએ અને અમે તમારી ધમકીઓથી ડરવાના નથી.’

Why ex-Balochistan CM Akhtar Mengal thinks Pakistan has lost the province |  External Affairs & Defence Security News - Business Standard

આ નિવેદન માત્ર રાજકીય ટિપ્પણી જ નહીં, પરંતુ પાકિસ્તાનના આંતરીક ડખાં અને સેનાના દમનકારી વલણને ઉજાગર કરી રહી છે. એકતરફ ભારતમાં આતંકવાદી હુમલો થયા બાદ પાકિસ્તાન પર આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે બલોચ નેતાની આ ચેતવણી પાકિસ્તાની સરકાર માટે પડકારજનક બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *