સંરક્ષણ મોક ડ્રીલ

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રિલ કરવા જઈ રહી છે. સાત મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોક ડ્રીલનું આયોજન કરાશે. જેના માટે ત્રણ કેટેગરીમાં ૨૫૯ સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.

पहलगाम हमला: भारत-पाक तनाव के बीच गृह मंत्रालय का बड़ा फैसला, 7 मई को सिविल  डिफेंस मॉक ड्रिल का निर्देश - Haribhoomi

ગુજરાતમાં કુલ ૧૯ સ્થળે આ મોક ડ્રીલ યોજાશે. જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.

US must be ready for military clash with China, Pentagon official Chad  Sbragia says | South China Morning Post

અમદાવાદ, સુરત, મહેસાણા... ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોકડ્રીલ, જુઓ લિસ્ટ 2 - image
અમદાવાદ, સુરત, મહેસાણા... ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોકડ્રીલ, જુઓ લિસ્ટ 3 - image
અમદાવાદ, સુરત, મહેસાણા... ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોકડ્રીલ, જુઓ લિસ્ટ 4 - image
અમદાવાદ, સુરત, મહેસાણા... ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોકડ્રીલ, જુઓ લિસ્ટ 5 - image
અમદાવાદ, સુરત, મહેસાણા... ગુજરાતનાં 19 સહિત કુલ 259 સ્થળો પર યોજાશે ડિફેન્સ મોકડ્રીલ, જુઓ લિસ્ટ 6 - image
Concern over Taiwan's military reserves, civil defence as mainland China  looms | South China Morning Post

ન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે ૭ મે,૨૦૨૫ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. ૧૯૭૧ બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. 

Center's big decision amid tensions with Pakistan | પાકિસ્તાન સાથેના તણાવ  વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય: 7 મેના રોજ મોક ડ્રીલનો આદેશ, છેલ્લે 1971માં  ભારત-પાકિસ્તાન ...

આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે. 

ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં  અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી  મોકડ્રીલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. બાંગ્લાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ આ સુચના આપવામાં આવી છે.

આવતીકાલે દેશભરમાં સાયરન વાગશે : ગૃહ મંત્રાલયે આપ્યો નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ  કરવા નિર્દેશ

મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે? 

હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે. 

નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે. 

મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. 

નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. 

મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે. 

ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ મોકડ્રીલ

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય:7 મેના રોજ મોક ડ્રીલનો  આદેશ, છેલ્લે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી - At This Time

રવિવારે, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ૩૦ મિનિટનો બ્લેકઆઉટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રે ૦૯:૦૦ વાગ્યાથી ૦૯:૩૦ વાગ્યા સુધી બધી લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કોઈ વાહનની લાઈટો ચાલુ જોવા મળે, તો તે બંધ કરી દેવામાં આવી હતી. 

Air Force GIFs | Tenor

જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે ૫ થી ૧૦ મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *