યુદ્ધના સમયે બ્લેકઆઉટ એક એવી વ્યૂહનીતિ છે, જેમાં કૃત્રિમ પ્રકાશને ન્યૂનતમ કરી દેવામાં આવે છે. જેથી દુશ્મનના વિમાન અથવા સબમરીનને નિશાનો શોધવામાં મુશ્કેલી થાય. આ પ્રથા મુખ્યત્વે ૨૦ મી સદીમાં બીજા વિશ્વ યુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) દરમિયાન પ્રચલિત હતી. બ્લેકઆઉટ નિમય ઘર, કારખાના, દુકાન અને વાહનોના પ્રકાશને નિયંત્રિત કરે છે. જેમાં બારીને ઢાંકવું, સ્ટ્રીટ લાઇટ બંધ કરવી, વાહનોની હેડલાઇટ પર કાળો રંગ અથવા માસ્ક લગાવવાનો સમાવેશ થાય છે.
બ્લેકઆઉટનો મુખ્ય હેતુ દુશ્મનના હવાઈ હુમલાને મુશ્કેલ બનાવવાનો છે. રાતના સમયે શહેરોની રોશની દુશ્મનના પાયલટને નિશાનો શોધવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ રૂપે, ૧૯૪૦ની લંડન બ્લિટ્ઝ દરમિયાન, જર્મન લૂફ્ટવાફેએ બ્રિટિશ શહેરો પર રાત્રે બોમ્બારો કર્યો હતો. પ્રકાશ ઓછો હોવાના કારણે નેવિગેશન અને ટાર્ગેટિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જમીની વિસ્તારમાં બ્લેકઆઉટ જહાજોને દુશ્મનની સબમરીનથી બચાવવામાં મદદ કરે છે.
- હેડલાઇટ પર માસ્ક: ફક્ત એક જ હેડલાઇટનો ઉપયોગ કરવાની મંજૂરી હતી, જેમાં ત્રણ આડી ચીરો ધરાવતો માસ્ક ફીટ કરવાનો હતો. જેનાથી પ્રકાશ મર્યાદિત થયો અને જમીન પર થોડો જ પ્રકાશ પડ્યો.
- પાછળની અને બાજુની લાઇટ્સ: પાછળના લેમ્પમાં ફક્ત એક ઇંચ વ્યાસનું છિદ્ર હોઈ શકે છે, જે ૩૦ યાર્ડથી દેખાય છે પણ 300 યાર્ડથી નહીં. સાઇડ લેમ્પ્સને ઝાંખા કરવા અને હેડલાઇટના ઉપરના ભાગને કાળો રંગ કરવો ફરજિયાત હતો.
- સફેદ રંગ: જમીન પરથી દ્રશ્યતા વધારવા માટે વાહનોના બમ્પર અને રનિંગ બોર્ડ પર સફેદ મેટ પેઈન્ટ લગાવવામાં આવ્યો હતો. પરંતુ ઉપરથી તે દેખાતા નહતા.
- ગતિ મર્યાદા: રાત્રે વાહન ચલાવવાના જોખમોને કારણે, ૩૨ કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા લાદવામાં આવી છે.
- વધારાના નિયમો: વાહનોમાં આંતરિક લાઇટ ન હોવી જોઈએ, રિવર્સિંગ લેમ્પ પર પ્રતિબંધ હતો. પાર્કિંગ કરતી વખતે ઇગ્નિશનમાંથી ચાવી કાઢીને દરવાજા લોક કરવા ફરજિયાત હતા.
બ્લેકઆઉટનું અમલીકરણ અને દેખરેખ
બ્લેકઆઉટ નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નાગરિક ARP (એર રેડ પ્રીકૉશન્સ) વોર્ડન તહેનાત કરવામાં આવ્યા હતા. આ વોર્ડન રાત્રે પેટ્રોલિંગ કરતા હતા. જો કોઈ ઈમારત કે વાહનમાંથી પ્રકાશની ઝલક જોવા મળે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી હતી. ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ અથવા કોર્ટમાં હાજર થવાનો સામનો કરવો પડતો હતો. બ્રિટનમાં એક મહિલાને બ્લેકઆઉટ નિયમો તોડવા અને ઇંધણનો બગાડ કરવા બદલ £૨ નો દંડ ભરવો પડ્યો.