‘ઓપરેશનનું નામ સાંભળતા જ…’, હવે પહેલગામ હુમલાની પીડિતાને ટાઢક વળી

પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપતા, ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પીઓંકે માં મોટો હવાઈ હુમલો કર્યો. ભારતે લગભગ ૨ અઠવાડિયા પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

Operation Sindoor: Indian armed forces hit terrorist camps in Pakistan -  Hub News

પહેલગામ હુમલાના બે અઠવાડિયા પછી, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. મંગળવાર-બુધવારની રાત્રે બહાવલપુર, મુરીદકે, બાઘ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હવાઈ હુમલા કરવામાં આવ્યા. ત્યારે પાકિસ્તાન પર કરવામાં આવેલા હુમલા બાદ પહેલગામ હુમલાના પીડિત પરિવારોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સંતોષ જગદાલેની પુત્રી આશાવરી જગદાલે કહ્યું, “ઓપરેશનનું નામ સાંભળીને હું ખૂબ રડી પડી. આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા લોકો માટે આ એક સાચી શ્રદ્ધાંજલિ અને ન્યાય છે.”

India-Pakistan Tensions: J&K Terror Attack Sparks Diplomatic Fallout,  Border Closure

Pahalgam terror attack: 'You protect VIPs, not us,' grieving Gujarat widow  blasts govt at victim's funeral

પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કર્ણાટકના રહેવાસી મંજુનાથ રાવની માતાએ કહ્યું, “અમને આશા હતી કે વડાપ્રધાન મોદી સારી કાર્યવાહી કરશે. ઓપરેશન સિંદૂર આ ઓપરેશન માટે એક યોગ્ય નામ છે.”

Parthivadeh will reach home today; Paratrooper Sachin was married on  December 8, Majid's brother was also martyred | શહીદની માતાએ રડતાં-રડતાં  કહ્યું- 'દેખાડો ન કરો': પરિવારને 50 લાખનો ચેક આપી ...

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ની આશાન્યા દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું, “આ બદલાની શરૂઆત છે. મને ખબર છે કે મોદીજી ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી તેઓ એ (આતંકવાદીઓને) સંપૂર્ણપણે ખતમ નહીં કરે. તેમણે અમને ખાતરી અપાવી છે કે તમામ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવશે. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપીને, તેમણે બતાવ્યું છે કે આપણે એ બદલો લઈ લીધો છે જેની અમને તલાશ હતી.”

મારા પતિ આજે જ્યાં પણ હશે તેમની આત્માને શાંતિ મળશે...,' ઓપરેશન સિંદૂર પર  બોલી શુભમ દ્વિવેદીની પત્ની

શુભમના પિતા સંજય દ્વિવેદીએ કહ્યું, ‘સેના અને પીએમ મોદીનો ધન્યવાદ, ન્યાય મળ્યો બદલો લીધો…’ તેમણે કહ્યું, “હું સતત સમાચાર જોઈ રહ્યો છું. હું ભારતીય સેનાને સલામ કરું છું અને પીએમ મોદીનો આભાર માનું છું, જેમણે દેશના લોકોની પીડા સાંભળી. ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનમાં ફૂલીફાલી રહેલા આતંકવાદનો નાશ કર્યો છે, તે માટે હું આપણી સેનાનો આભાર માનું છું… આ સમાચાર સાંભળ્યા પછી મારો આખો પરિવાર હળવાશ અનુભવી રહ્યો છે…”

Pahalgam terror attack: 'They were there at least for 20 minutes,  undeterred, moving around and opening fire'

પહેલગામના પીડિત શુભમ દ્વિવેદીના ઘરની મુલાકાત લીધા બાદ, યુપી વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ કહ્યું, “અમે એક દીકરો ગુમાવ્યો, તેનો આખો પરિવાર શોકમાં છે. ૨૬ નિર્દોષ નાગરિકો માર્યા ગયા. સુરક્ષા દળોએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પીએમ મોદી, ગૃહમંત્રી અને રક્ષા મંત્રીએ આખી રાત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી. આપણે આપણા સુરક્ષા દળોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.”

Operation Sindoor - Attack with special SCALP missile fitted in Rafale |  ઓપરેશન સિંદૂર - રાફેલમાં ફીટ કરાયેલ ખાસ SCALP મિસાઇલથી હુમલો: 560 કિમી દૂર  જમીન નીચે છુપાયેલા ...

ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન સરહદ પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જયારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ માહિતી ભારતીય સેનાના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

आधीरात के साए में हम पर अटैक...', भारत के ऑपरेशन सिंदूर पर क्या कह रहा  पाकिस्तानी मीडिया? - operation sindoor India Attacks on Pakistan Airstrike  on Pak terror location Pahalgam Terror ...

ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૯ સ્થળો પર એક સાથે હવાઈ હુમલા કર્યા છે. આતંકવાદીઓના ઠેકાણાઓને દરેક જગ્યાએ નિશાન બનાવવામાં આવ્યા છે. RAW દ્વારા નક્કી કરવામાં આવેલા આ ઠેકાણાઓ પર શક્તિશાળી મિસાઇલનો મારો ચલાવવામાં આવ્યો હતો જેના પગલે આતંકીઓના આ અડ્ડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ નામ પાછળ પહેલગામનો સંદેશ છુપાયેલો છે. જેમ પહેલગામમાં પુરુષોની હત્યા કરીને મહિલાઓનું સિંદૂર મીટાવીને તેમને વિધવા બનાવવામાં આવી હતી, તેમ ભારતે ઓપરેશન સિંદૂર નામ આપીને તેના બદલામાં એક મોટો સંદેશ આપ્યો છે.
Why India's airstrike against Pakistan was named 'Operation Sindoor':  Terrorists killed 26 men in front of their wives, children; strike tribute  to victims | Bhaskar English

ભારતે પહેલગામમાં મહિલાઓનું સિંદૂર છીનવી લેનારા આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ પર બોમ્બમારો કરીને આ હુમલાનો બદલો લીધો છે. ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરિકની હત્યા કરી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. આતંકવાદીઓએ પુરુષોને મારી નાખ્યા અને મહિલાઓ અને બાળકોને જીવતા જવા દીધા હતા.

a man with a beard wearing an orange vest

પીએમ મોદીએ ૨૪ એપ્રિલે બિહારના મધુબનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા આપવામાં આવશે. ત્યારથી દેશ પાકિસ્તાન સામે આવી કાર્યવાહીની અપેક્ષા રાખતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. એકસાથે ૯ સ્થળો પર થયેલા આ હુમલા દરમિયાન પાકિસ્તાન ઊંઘતું રહ્યું હતું અને પાકિસ્તાનમાં મોટા પાયે ખુવારી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *