અમેરિકામાં કોરોના વાઈરસ વેક્સિનની સારી અસર જોવા મળી રહી છે. સંક્રમણ અને મૃત્યુના દરમાં ઘટાડો થઈ રહ્યો છે. અનેક રિસર્ચરોએ સામાન્ય લોકો પર વેક્સિનની અસર અંગે નજર રાખવાની જલદી શરૂઆત કરી દીધી છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું કે જે લોકોને વેક્સિન આપી દેવાઈ છે તેમાં સંક્રમણનો દર અને બીમારીની ગંભીરતા એ લોકોથી ખૂબ જ ઓછાં છે જેમને વેક્સિન નથી અપાઈ.
જાન્યુઆરીના પહેલા અને બીજા સપ્તાહમાં દરરોજ પ્રતિ એક લાખ વ્યક્તિ દીઠ મૃત્યુની સરેરાશ એક હતી. ગત બે સપ્તાહમાં 0.2 રહી છે. એટલા માટે આ પરિણામો પર પહોંચવું મુશ્કેલ નથી કે મોટા પાયે વેક્સિનેશનથી મહામારીનો અંત થઈ શકે છે. અમેરિકામાં ચાર મહિનામાં કોવિડ-19 વેક્સિનના 17 કરોડ 10 લાખથી વધુ ડૉઝ લાગી ચૂક્યા છે. 7 એપ્રિલ સુધી લગભગ 20% અમેરિકનોને ફાઇઝર-બાયોએનટેક અને મોડર્ના વેક્સિનના બે ડૉઝ કે જોનસન એન્ડ જોનસનની વેક્સિન આપી દેવાઈ હતી. જોનસનનો ફક્ત એક ડૉઝ અપાય છે. આ દરમિયાન અમેરિકામાં વર્તમાનમાં કોવિડ-19થી સાત દિવસની સરેરાશના આધારે દરરોજ 611 મૃત્યુ થઈ રહ્યાં છે.
આ જાન્યુઆરીએ 3428 મૃત્યુના ટોચના આંકડાની તુલનાએ ભારે ઘટાડો છે. તે સમયે ચેપની લહેર ચરમ પણ હતી. ગત વખતે 4 જુલાઈ 2020ના રોજ આટલા ઓછાં મૃત્યુ થયાં હતાં. પછી બીજી લહેર શરૂ થયા બાદ મૃત્યુ વધવા લાગ્યાં હતાં. દેશ તેનાથી બહાર આવ્યો નહોતો કે તહેવારો પછી ત્રીજી લહેર આવી ગઈ.
ટાઈમે જે રિસર્ચરોનો સંપર્ક સાધ્યો તે કહે છે કે હાલ એ કહેવું વહેલું ગણાશે કે વેક્સિનેશનને કારણે મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે. ખરેખર વેક્સિનેશનનો દર એટલો ઓછો છે કે બંને વચ્ચે સ્પષ્ટ સંબંધ જણાવવો મુશ્કેલ છે. આમ, મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડાથી જાણી શકાય કે વ્યાપક વેક્સિનેશનથી શું મહામારીની ગતિ ધીમી પડશે કે તેનો અંત થઈ જશે.
વેક્સિનેશન નિષ્ણાત ડૉ. ફિલિપ લાન્ડ્રીગન અને અન્ય નિષ્ણાતો માને છે કે આ સમય કોરોનાના કેસમાં ઘટાડાને વસતી પર વેક્સિનેશનની અસરથી જોડવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન જેવા ઉપાયોગ અલગ રાખવા ઠીક નથી. અમેરિકાનાં રાજ્યોમાં વેક્સિનેશનનો દર અલગ અલગ છે. ઉદાહરણ તરીકે જ્યોર્જિયામાં 14.1 ટકા વસતીને વેક્સિન અપાઈ છે તો ન્યુ મેક્સિકોમાં 26.4 ટકાને.
હજુ ચોથી લહેર પણ આવી શકે, સ્થિતિ અનુકૂળ
બોસ્ટન કોલેજમાં ગ્લોબલ પબ્લિક હેલ્થ કાર્યક્રમના ડાયરેક્ટર ડૉ. ફિલિપ લાન્ડ્રીગન કહે છે કે મૃતકાંકથી જ મહામારી પર કાબૂની સ્થિતિ જાણી શકાશે. ડૉ. ફિલિપ અમેરિકી બીમારી નિયંત્રણ કેન્દ્ર(સીડીસી)માં વેક્સિનેશન કાર્યક્રમ સાથે જોડાયેલા રહ્યા છે. મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે શું અમેરિકામાં વેક્સિનેશનની ગતિ વધવાથી કોરોનાથી મૃત્યુની સંખ્યા ઘટવી તે જારી રહેશે કે વર્તમાન ઘટાડો આવનારા ચોથી લહેરથી પહેલાનો અસ્થાયી દોર છે.