ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ આજે ૮ મે ૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦ નું ૮૩.૦૮ % પરિણામ નોંધાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ ૭૬૨૪૮૫ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૭૪૬૮૮૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને ૬૨૦૫૩૨ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૮૩.૦૮ ટકા નોંધાયું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે ૮૨૩૧૩ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૭૮૬૧૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૫૩૫૭ પરીક્ષાર્થીઓ સફર થતાં તેઓનું પરિણામ ૩૨.૨૬ % નોંધાયું છે.