વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહાર

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ મેના રોજ ભારત સરકારના વિવિધ વિભાગના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો પાકિસ્તાન ભારતની ફરી ઉશ્કેરણી કરશે, તો તેને જડબાતોડ જવાબ અપાશે.

Akash Rajput 𝕏 (@imARajput66) / X

આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કેટલીક તસવીરો જાહેર કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના નીલમ-ઝેલમ બંધ પરિયોજનાને નિશાન બનાવ્યા હોવાના આરોપ જૂઠા છે, પાયાવિહોણા છે. ૭ મેના રોજ ભારતના હુમલામાં પાકિસ્તાનના સામાન્ય નાગરિકો મર્યા હોવાની વાત પણ ખોટી છે. અમારા નિશાન પર ફક્ત સૈન્ય ઠેકાણા જ હતા. એ તમામ સ્થળો આતંકવાદની ફેક્ટરીઓ હતી, જ્યાં આતંકીઓને રાજકીય સન્માન મળે છે. પાકિસ્તાન દાવો કરે છે કે, ભારતના હુમલામાં ફક્ત સામાન્ય નાગરિકો મર્યા હતા, તો આ તસવીર જુઓ. જેમાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર અબ્દુલ રઉફ દેખાય છે, જે આતંકીઓના જનાજામાં સામેલ થયો હતો. આ જનાજામાં પાકિસ્તાન સૈન્યના અધિકારીઓ શું કરે છે?

News: Today's News Headlines, Breaking News India, World News and Cricket  News | Hindustan Times | Hindustan Times

આ વિશે વધુ વાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના મૃતકો સામાન્ય નાગરિકો હતા એ દાવો વિચિત્ર છે કારણ કે, તેમના કોફિન પર પાકિસ્તાનનો ધ્વજ લપેટાયેલો હતો. વળી, ત્યાં સેનાના અધિકારીઓ પણ હાજર હતા. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં શીખ સમાજ પર પણ હુમલો કર્યો. પૂંછમાં એક ગુરુદ્વારા પર હુમલો કરાયો અને શીખોને નિશાન બનાવાયા, જેમાં ત્રણ લોકો માર્યા ગયા. પૂંછમાં પણ ૭ મેના રોજ ૧૬ નાગરિકો માર્યા ગયા, અનેક ઘાયલ થયા.

@sidhant's video Tweet

વિદેશ સચિવ વિક્રમ સચિવે કહ્યું કે, ભારતની કાર્યવાહી ફક્ત આતંકવાદના ગઢ ગણાતી ઈમારતો પૂરતી મર્યાદિત હતી. અમે સૈન્ય ઠેકાણા કે નાગરિકો પર હુમલો કર્યો જ નથી. પાકિસ્તાનનું કહેવું છે કે, અમારા ત્યાં કોઈ આતંકવાદી નથી, જે વાત સંપૂર્ણ ખોટી છે. પાકિસ્તાન આજે પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓશામા બિન લાદેન પણ ત્યાં જ મળ્યો હતો, જેને તેઓ શહીદ કહેતા. ભારતે ૨૬/૧૧ અને પઠાણકોટ જેવા હુમલામાં તપાસમાં પણ સાથ આપ્યો, પરંતુ પાકિસ્તાને કશું જ ના કર્યું. મુંબઈ હુમલામાં પૂરતા પુરાવા આપ્યા પછીયે તેમણે કાર્યવાહી ના કરી. પાકિસ્તાનની દરેક ધર્મના લોકોએ ટીકા કરી છે.

Competition to make a film on Operation Sindoor! | ऑपरेशन सिंदूर पर फिल्म  बनाने की होड़!: 50 से ज्यादा प्रोड्यूसर्स ने टाइटल के लिए दिया आवेदन, क्या  कहते हैं नियम ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *