પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ

ભારત - પાકિસ્તાન યુદ્ધ : જુઓ લાઈવ અપડેટ - Crime News News

ભારતીય સેનાના સફળ ‘ઓપરેશન સિંદૂર’ બાદથી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ છે. પાકિસ્તાને ૮-૯ ની રાત્રે તૂર્કિયેના ૩૦૦ થી ૪૦૦ ડ્રોનની સાથે લેહથી સર ક્રીક સુધી ૩૬ જગ્યાઓ પર ભારતની હવાઈ સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળ કરી દેવાયા. કેટલાક ડ્રોન તોડી પડાયા. ત્યારે સંભાવિત તૂર્કિયેના ડ્રોન હોય શકે છે તેવું વિદેશ મંત્રાલયનું અનુમાન છે.

Pakistan deployed decoy drones, new wave may target India soon: Sources

શુક્રવાર સાંજે વિદેશ મંત્રાલય વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ પર્યાપ્ત પુરાવાની સાથે પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે સતત ત્રીજી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની સેનાના વધુ એક ષડયંત્રનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે, પાકિસ્તાની સેના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે અને પછી તેનો દોષ ભારત પર લગાવી રહી છે. 

Drone war opens a new chapter in India-Pakistan conflict - Saudi Gazette

પાકિસ્તાનની નાપાક હરકતોનો વિદેશ મંત્રાલયે કર્યો પર્દાફાશ

Colonel Sofiya says, 'Pakistan fired Turkish drones': Claims, purpose was  to gather intelligence about India; New Delhi destroyed Pakistani defence  in response | Bhaskar English

• ૭ મે ૨૦૨૫ ની રાત્રે સાડા આઠ વાગ્યે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા અને તે દરમિયાન પોતાના એરસ્પેસને બંધ ન કર્યું. નાગરિકોને ઢાલ બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના વિસ્તારોમાં નાગરિક ઉડાન ચાલી રહી હતી. ભારતીય વાયુસેનાએ પોતાની પ્રતિક્રિયામાં સંયમ રાખ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન સેવાની સુરક્ષા નક્કી કરી.

Drone Intrusions Along the India-Pakistan International Border: Countering  an Emerging Threat | Carnegie Endowment for International Peace

• કર્નલ કુરૈશીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર અને નિયંત્રણ રેખા પર ૩૬ જગ્યાઓ પર ૩૦૦-૪૦૦ ડ્રોનનો ઉપયોગ ઘૂસણખોરી માટે કરાયો હતો. ભારતે તેમાંથી અનેક ડ્રોન તોડી પાડ્યા હતા. ડ્રોન મોકલવાનો મતલબ ગુપ્ત માહિતી અને એર ડિફેન્સ સિસ્ટમની માહિતી લેવાનો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ તૂર્કિયેના ડ્રોન હતા. તેની તપાસ કરાઈ રહી છે. યુએવી પણ હતા, જેને નિષ્ક્રિય કરી દેવાયા. 

Army reveals- Pakistan targeted Bathinda Cantt: Rockets, bombs and drones  found in 3 districts; Air strike warning in Chandigarh - Punjab News |  Bhaskar English

• વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન દાવો કરે છે કે કોઈ ધાર્મિક જગ્યા પર હુમલો નથી કર્યો. જ્યારે હકિકત એ છે કે પુંછમાં ગુરૂદ્વારા પર હુમલો કરાયો. તે હુમલાની જવાબદારી લેવાના બદલ પાકિસ્તાન કહી રહ્યું છે કે આ ભારતીય સેના આવું કરી રહી છે. ગુરૂદ્વારા પર હુમલામાં કેટલાક શીખ લોકોના પણ મોત થયા છે.

Around 400 drones used to target military bases from Leh to Sir Creek: MEA  on Pakistani escalation : r/worldnews

• વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન કહી રહ્યું છે કે આપણે (ભારતીય સેના) નનકાના સાહિબ પર ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે કે ધાર્મિક રંગ આ મામલાને આપી શકાય. પહલગામ હુમલામાં પણ એ જ બતાવવામાં આવ્યું છે.

Pak used Turkish drones in attempt to target Indian installations: Indian  military

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *