પાકિસ્તાનમાં ૪.૦ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ.
ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી હતી. જોકે હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.