જમ્મુ કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર
અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, બારામુલા ખાતે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૮૬ કલાકનું યુદ્ધ શનિવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થયું. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર ૪ કલાક પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની ગઈ છે. શનિવારે રાત્રે પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ થયો.
અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, બારામુલા ખાતે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે ૦૩:૩૫ વાગ્યે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે સાંજે ૦૫:૦૦ વાગ્યાથી બંને દેશો હવા, પાણી અને જમીન પર હુમલા તાત્કાલિક બંધ કરશે. આ સાથે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો છે. મિશ્રીએ જણાવ્યું હતું કે ૧૨ મેના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે.