ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને સેના પ્રમુખ સાથે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ અને સીડીએસ અમિત ચૌહાણ હાજર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથા દિવસે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની હતી. જો કે શનિવારે સાંજે ૦૫:૦૦ વાગે થયેલી સીઝફાયરની સહમતીના ત્રણ કલાક બાદ પાકિસ્તાને ફરી હુમલા કરી યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જમ્મુ કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ જાણકારી આપી છે.
અમે ભારતીય સેનાને છૂટો દોર આપ્યો છે. આ સાથે જ પંજાબના અમૃતસર, ફિરોઝપુર, બરનાલા, પઠાણકોટ, બઠિંડા અને સંગરૂર સહિત ઘણા શહેરોમાં ફરીથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું. કેટલાક જિલ્લા વહીવટીતંત્ર તેને સાવચેતીના પગલા તરીકે ગણાવી રહ્યા છે. ગુજરાતના કચ્છમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંપૂર્ણ બ્લેકઆઉટની જાહેરાત કરતાં કહ્યું હતું કે, ઘણા ડ્રોન દેખાયા હતા અને લોકોને ગભરાવાની અપીલ કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ શનિવારે સાંજે સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. “લાંબી વાટાઘાટો પછી અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કોમન સેન્સ અને શ્રેષ્ઠ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબતે તમારું ધ્યાન દોરવા બદલ આભાર.