કોરોનાના કેસોમાં ભારત વિશ્વમાં નંબર વન, કેસનો આંકડો દોઢ લાખને પાર, મૃત્યુ આંક 1.70 લાખ નજીક

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,3879નવા કોરોનાના કેસ આવ્યા અને 839 લોકોના મોત થયા છે. જોકે 90,584 લોકો ઠીક પણ થયા છે.

 

    • કુલ કેસ-  એક કરોડ 33 લાખ 58 હજાર 805
    • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 20 લાખ 81 હજાર 443
    • કુલ એક્ટિવ કેસ – 11 લાખ 08 હજાર 087
    • કુલ મોત – એક લાખ 69 હજાર 275

 

10 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 15 લાખ 95 હજાર 147 ડોઝ આપવામાં આવ્યા છે.

 

દેશમાં છેલ્લા છ દિવસમાં નોંધાયેલા કેસ

    • 10 એપ્રિલઃ 1,45,384
    • 9 એપ્રિલઃ 1,31,968
    • 8 એપ્રિલઃ 1,26,789
    • 7 એપ્રિલઃ 1,15,736
    • 6 માર્ચઃ 96,982
    • 5 એપ્રિલઃ 1,03,558

કોરોના વાયરસને કાબૂ લેવા માટે રાજ્ય સરકારોએ નિયંત્રણો વધારવાનું શરૂ કરી દીધું છે. કેટલીક જગ્યાએ નાઈટ કર્ફ્યુ તો કેટલાક શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી, યૂપી, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેય રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત અનેક જગ્યાએ સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અનેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈ પણ છે.

ગુજરાતમાં શું છે સ્થિતિ

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *