ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન

મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (૧૪ મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૦ ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

10 Assault Rifles Used By Indian Armed Forces

ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, 14 મેના દિવસે અસમ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કૉર્પ્સ હેઠળ ન્યૂ સમતાલ ગામ, ખેંગજૉય તહસીલમાં આ ઓપરેશન લૉન્ચ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે અવાર-નવાર ઉગ્રવાદી ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે.

Square profile picture

EasternCommand_IA
@easterncomd
IndianArmy  EasternCommand Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, Chandel District near the Indo_MyanmarBorder, AssamRifles unit under SpearCorps launched an operation on 14 May 2025. During the operation, the troops were fired upon by suspected cadres to which they quickly reacted, redeployed and retaliated in a calibrated and measured manner. In the ensuing firefight 10 cadres were neutralized and a sizeable quantity of arms and ammunition have been recovered. Operation is still in progress…
Image

સેનાના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન દરમિયાન જ્યારે સૈનિકોએ વિસ્તારમાં નાકાબંધી કરી, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ વ્યૂનીતિ સાથે ફાયરિંગ શરૂ કર્યું. આ અથડામણમાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યા છે.’

Indian Army Indian Soldiers GIF - Indian Army Indian Soldiers Indian -  Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *