હાઇકોર્ટે કહ્યું – વિજય શાહ પર ૪ કલાકમાં એફઆઈઆર નોંધો

કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત નિવેદન આપવા બદલ હાઈકોર્ટે મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી વિજય શાહને સખત શબ્દોમાં ફટકાર લગાવી.

MP High Court Directs FIR Against BJP Minister Vijay Shah For Comments  Against Col Sofiya Qureshi

કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત નિવેદન આપવા બદલ હાઈકોર્ટે મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી વિજય શાહને સખત શબ્દોમાં ફટકાર લગાવી છે. નિર્દેશ આપવામાં આવ્યો છે કે ૪ કલાકની અંદર તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે. એક કાર્યક્રમમાં કર્નલ સોફિયાનું નામ લીધા વગર વિજય શાહે એવું નિવેદન આપ્યું જેના કારણે તેઓ ખરાબ રીતે ફસાઇ ગયા છે, કોંગ્રેસે પણ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

FIR registered against MP minister Vijay Shah for controversial remarks  against Col Sofia Qureshi - The Economic Times

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિજય શાહે કહ્યું હતું કે જે લોકોએ અમારી દીકરીઓના સિંદૂરને નષ્ટ કરી દીધું છે. તે જ વિકૃત લોકોને તેમની બહેન મોકલીને તેમની ઐસી તૈસી કરાવી. તેઓએ કપડાં ઉતારીને આપણા હિન્દુઓને માર્યા અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસી તૈસી કરવા માટે આપણા જહાજથી તેમના ઘરે મોકલ્યા. તેમણે નામ લીધા વગર કર્નલ સોફિયાના ધર્મ પર ટિપ્પણી કરી છે. આવામાં તેમને સોશિયલ મિડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Sofia Qureshi controversy | FIR filed against BJP minister Vijay Shah over  controversial remarks on Col Sofia Qureshi - Telegraph India

હવે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ મામલે સ્વત સંજ્ઞાન લીધી અને વિજય શાહને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટમાં જસ્ટિસ અતુલ શ્રીધરનની ડિવિઝન બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની સામે ૪ કલાકમાં એફઆઈઆર નોંધવામાં આવે, આ કેસમાં આગામી સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે થવા જઈ રહી છે. જો કે ખુદ વિજય શાહે આ વિવાદિત નિવેદન બદલ માફી માંગી છે, તેમણે કહ્યું કે તેને અલગ સંદર્ભમાં ન જોવું જોઈએ કારણ કે ‘આપણી બહેનો’એ ઘણી તાકાત સાથે સેના સાથે મળીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે.

Latest Madhya Pradesh News (Madhya Pradesh News): Read 14 May latest news  on Bhaskar English

કોંગ્રેસે આ વિવાદને પકડીને વિજય શાહના રાજીનામાની માંગણી કરી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ ‘એક્સ’ પર વિજય શાહનો વીડિયો શેર કરતા સવાલ કર્યો હતો કે ભાજપને તાત્કાલિક એ જણાવે કે શું તે વિજય શાહની ખરાબ વિચાર સાથે સંમત છે? તેમણે મુખ્યમંત્રી મોહન યાદવ પાસે વિજય શાહની ટિપ્પણી પર જવાબ માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *