ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા

પહલગામ હુમલામાં પાકિસ્તાનના ટીઆરએફ નો હાથ

India to send team to UNSC with evidence highlighting Pak's complicity:  Sources

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૬ પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓંકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ ટીઆરએફ ને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સામે પુરાવા રજૂ કર્યા છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં ટીઆરએફ અને પાકિસ્તાનનો હાથ છે. 

RSS Feed – Shafaqna India | Indian Shia News Agency

ભારતે ગુરૂવારે (૧૫ મે) યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝ્મ (UNOCT)  એટલે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધિ કાર્યાલય અને કાઉન્ટર ટેરરિઝ્મ કમિટી એક્ઝીક્યુટિવ ડાયરેક્ટોરેટ (CTED) એટલે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે ટીઆરએફ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. ભારતે યુએન સમિતિમાં એ પણ જણાવ્યું કે, ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે. 

Indian team to present in U.N. evidence on Pahalgam terror attack - The  Hindu

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય અધિકારીઓએ ગુરૂવારે (૧૫ મે) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને આંતકી સંગઠન ટીઆરએફની ગતિવિધિઓ વિશે જાણકારી આપી હતી. ભારતે જણાવ્યું કે, પહલગામ હુમલામાં ટીઆરએફ પણ સામેલ હતું. 

Indian delegation at UN presents case for declaring TRF a terrorist  organisation

ભારતીય ટીમે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમનો હેતુ ટીઆરએફને વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવાનો હતો.

Tourists crying and pleading among the bodies of their relatives, shocking  scenes of the Pahalgam terror attack | ઇન્ડિયન આર્મીને ટેરરિસ્ટ સમજીને  પ્રવાસીઓ રડવા લાગ્યા: મહિલાએ આજીજી કરતાં ...

મળતી માહિતી મુજબ, ભારતે ટીઆરએફ ને સરહદ પારના આતંકવાદ સાથે જોડતા પુરાવા સાથે UN ની ૧૨૬૭ સમિતિનો સંપર્ક કર્યો છે. મે અને નવેમ્બર ૨૦૨૪ પછી આ ત્રીજી વખત છે જ્યારે ભારતે સમિતિનો સંપર્ક કર્યો છે.

Terror Group Hizbul, Lashkar And Jaish's Chain of Command Revealed For  First Time Ever | Indian Defence News

ટીઆરએફએ લીધો યુ-ટર્ન

હકીકતમાં, ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત સંગઠન છે. તેણે શરૂઆતમાં ૨૨ એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ૨૬ લોકોના મોત થયા હતાં. જોકે, બાદમાં તેણે પલટી મારી દીધી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદી સંગઠન ટીઆરએફએ સરહદ પાર પોતના આકાઓના કહેવા પર હુમલાની જવાબદારીનો દાવો પરત લઈ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *