ચીઝ ઘણી વાનગીમાં ઉમેરી ખાવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર ચીઝ સ્વાસ્થ્ય માટે સારું છે જો કે સાવધાનીપૂર્વક સેવન કરવું જોઇએ. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીયે ચીઝ ખાવાના ફાયદા અને ગેરલાભ
ખાનપાનની નબળી આદતો અને નબળી જીવનશૈલીને કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ સામાન્ય બની રહી છે. આવી સ્થિતિમાં જો દિવસની શરૂઆત સ્વસ્થ અને સારી હોય તો આખો દિવસ શરીર ઊર્જાવાન રહે છે અને રોગોનું જોખમ પણ ઘટે છે. આજકાલ બજારમાં ચીઝની ઘણી જાતો ઉપલબ્ધ છે. વિવિધ વાનગીમાં ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. ચીઝ વાળી વાનગી બાળકો અને વડીલો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારે દરરોજ ચીઝ ખાવું જોઈએ કે નહીં, ચીઝ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં, હેલ્થ એક્સપર્ટ પ્રશાંત દેસાઈએ ચીઝના ફાયદા જણાવ્યા છે.
હેલ્થ એક્સપર્ટ પ્રશાંત દેસાઈના જણાવ્યા અનુસાર રોજ ચીઝ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો તે લિમિટેડ હોય અને યોગ્ય પ્રકારનું ચીઝ પસંદ કરવામાં આવે તો. ચીઝથી તૈયાર કરવામાં આવતી વાનગી ખાવી કોને ન ગમે, પરંતુ ચીઝનું વધુ પડતું સેવન હૃદયને લગતી સમસ્યાઓ વધારી શકે છે અને મેદસ્વીપણું પણ પરેશાન કરી શકે છે. ચાલો જાણીયે ચીઝ ખાવાના ફાયદા.
ચીઝ માત્ર તમારા ખોરાકનો સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચીઝ ઘણા પોષક તત્વો અને વિટામિનથી ભરપૂર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન એ, ડી અને કે ભરપૂર માત્રામાં હોય છે. હાડકાંને મજબૂત કરવાની સાથે સાથે તે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.