ક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નું શનિવારે પીએસએલવી-સી૬૧ રૉકેટ લૉન્ચ મિશન સફળ ન થઈ શક્યું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ઇસરો પ્રમુખ વી. નારાયણને આપી છે.
આ મિશન હેઠળ ઇઓએસ-૦૯ ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષા (એસેસ્પિઅઓ)માં સ્થાપિત કરવાનું હતું. આ સેટેલાઇટ ઇઓએસ-૦૪ નું રિપીટ સંસ્કરણ હતું અને તેનો હેતુ રિમોટ સેંસિંગ ડેટા પૂરો પાડવાનું હતું, જેથી વિવિધ ક્ષેત્રમાં કાર્યરત યુઝર્સને સટીક અને નિયમિત આંકડા મળી શકે.
ઇઓએસ-૦૯ સેટેલાઇટને એક હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેથી દેશની રિમોટ સેંસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય. ઇઓએસ-૦૯ ને ખાસ કરીને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘુસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
ઇસરોની ટેક્નિકલ ટીમ હવે આ સમસ્યાની તપાસ કરશે જેથી એ સ્પષ્ટ કરી શકાય કે, લૉન્ચ દરમિયાન કેવા પ્રકારની ખામી આવી અને ભવિષ્યમાં તેને કેવી રીતે સુધારી શકાય?