તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા
અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા છે. સાથો સાથ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી અને મોટી સંખ્યા લોકો આ યાત્રામાં જોડાયા હતા. અત્રે જણાવીએ કે, ઓપરેશન સિંદૂરે દેશમાં ડંકો વગાડ્યો છે. પાકિસ્તાનને ધ્રુજાવી દેનાર એવા આપણા દેશના સેનાના જવાનોના સન્માનને લઈ આ ખાસ દેશ ભક્તિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂરની સફળતાના શૌર્યગાન રૂપે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નળ સરોવર ત્રણ રસ્તાથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલાઓએ તિરંગા ધ્વજ સાથે યાત્રામાં ભાગ લીધો હતો.