ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ૩૮ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું છે. બપોરના સમયે રાજ્યમાં આકાશમાંથી આગ વરસતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી તરફ બે દિવસ બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં મે મહિનો હવે પુરો થવા આવ્યો છે જોકે, ગરમીનો વધુ એક રાઉન્ડ શર થઈ ગયો છે. રાજ્યના મોટાભાગમાં ગરમીએ તોબા બોલાવી દીધી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ૩૮ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું છે. બપોરના સમયે રાજ્યમાં આકાશમાંથી આગ વરસતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી તરફ બે દિવસ બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ગરમીના વધારા વચ્ચે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં સર્વત્ર ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ૩૩.૪ થી લઈને ૪૦.૭ ડિગ્રીથી લઈને મહત્તમ તાપમાન નોંધાયું હતું. ૪૦.૭ ડિગ્રી મહત્તમ તાપમાન રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકા અને મહુવામાં ૩૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં અત્યારે ગરમી વધી રહી છે ત્યારે અમદાવાદમાં પણ કાળઝાળ ગરમી યથાવત રહી છે. અમદાવાદમાં ૩૯.૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભારે ગરમીના કારણે અમદવાદમાં બપોરના સમયે રસ્તાઓ ઉપર ઓછી ચહલપહલ જોવા મળી રહી છે.
ગુજરાતમાં અત્યારે ગરમી ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ બાદ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યાત સેવી છે. આ ઉપરાંત વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.