ગુજરાતનું આજનું હવામાન

ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે.

Gujarat Weather, આજનું હવામાન : ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ભુજમાં 42.7 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. હવામાન વિભાગે હજી પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat to experience 3-5°C temperature surge after brief period of cold  weather | Gujarat to experience 3 5 degree celsius temperature surge after  brief period of cold weather - Gujarat Samachar

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી

Rajnath Singh Bhuj Airbase Visit Live Updates: IMF must rethink assistance  to Pakistan, says Defence minister - The Times of India

૪૨.૭ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભૂજ સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ હવામાન વિભાગ આપેલા આંકડા પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ રહ્યો હતો. આંકડા પ્રમાણે ૩૩.૮ ડિગ્રીથી લઈને ૪૨.૭ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમા નોંધાયું છે. ૪૨.૭ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

Punjab weather alert: Temperature rises by 1.6°C, rain expected from May 17  - News Up 9 - News Up 9

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ ૪૧.૬ ૨૯.૪
ડીસા ૪૦.૪ ૩૦.૦
ગાંધીનગર ૪૦.૭ ૨૯.0
વિદ્યાનગર ૩૯.૩ ૨૬.૪
વડોદરા ૩૯.0 ૨૬.૮
સુરત ૩૭.૨ ૨૪.0
વલસાડ
દમણ ૩૪.0 ૨૭.૪
ભૂજ ૪૨.૭ ૨૭.૬
નલિયા ૩૭.૫ ૨૮.0
કંડલા પોર્ટ ૨૭.૪ ૨૮.૬
કંડલા એરપોર્ટ ૪૩.0 ૨૮.૬
અમરેલી ૩૯.૯ ૨૫.૮
ભાવનગર ૩૮.૬ ૨૬.૬
દ્વારકા ૩૩.૮ ૨૯.૨
ઓખા ૩૬.૨ ૨૯.૪
પોરબંદર ૩૭.૪ ૨૬.૫
રાજકોટ ૪૨.૩ ૨૭.0
વેરાવળ ૩૪.0 ૨૮.૪
દીવ ૩૬.૨ ૨૭.૨
સુરેન્દ્રનગર ૪૧.૩ ૨૬.૭
મહુવા ૩૭.૪ ૨૭.૧
કેશોદ ૩૮.૮ ૨૭.૦

Animated weather icons - Alex Fedotov

લો પ્રેશર સ્ટ્રેપ

પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ઉત્તર કર્ણાટક અને ગોવાના તટ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. પવનની અસરને કારણે ગુરુવારે આ વિસ્તારમાં લો પ્રેશર એરિયાની રચના થઈ છે. આ વિસ્તાર ઉત્તર તરફ આગળ વધતાં તેની તીવ્રતામાં વધુ વધારો થવાની શક્યતા છે. જેના પગલે રવિવાર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *