ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

England Vs India GIFs - Find & Share on GIPHY 

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ હતી. શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે, ઋષભ પંત ટેસ્ટ વાઇસ-કેપ્ટન રહેશે. બુમરાહ કે કેએલ રાહુલને જવાબદારી આપવામાં આવી નથી.

Team India announced for england tour

શુભમન ગિલને કેપ્ટન તરીકે પસંદ કરવા પર ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું, આપણે ૧-૨ પ્રવાસ માટે કેપ્ટન પસંદ કરતા નથી. આપણે ભવિષ્યમાં મદદ કરે તેવી વસ્તુમાં રોકણ કરવા માંગીએ છીએ. છેલ્લા ૨ વર્ષમાં અમે તેનામાં કેટલીક પ્રગતિ જોઈ છે. ઈંગ્લેન્ડમાં ૫ મેચની શ્રેણી રમવી મુશ્કેલ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કદાચ આપણે થોડું કામ પર શીખવું પડશે, પરંતુ અમે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને તેથી જ અમે તેને પસંદ કર્યો છે.

કરુણ નાયરની સાત વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી થઈ હતી. તેણે ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. શાર્દુલ ઠાકુરનું પણ ભારતીય ટીમમાં કમબેક થયું હતું. આ સિવાય ભારતીય-એ ટીમના કેપ્ટન અભિમન્યુ ઈશ્વરનને પણ તક આપવામાં આવી છે. સાઈ સુદર્શન અને અર્શદીપ સિંહ ટીમમાં નવો ચહેરા છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર/વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *