પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહિવટી તંત્ર ઉપરાંત હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા લોકોને ભેગા કરીને સેન્ટ્રલ વિસ્ટા કે જયાં રોડ શો છે ત્યાં લાવવાની જવાબદારી લેવામા આવી છે. ત્યારે અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં આવવાના છે તેવી સ્થિતિમાં અહીં ૫૦ હજારથી પણ વધુ લોકો ઉમટશે.
અલગ અલગ જિલ્લામાંથી લોકોનું આગમન શરૂ
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ વડાપ્રધાનના રોડ શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને સોમવારે મોડી સાંજ સુધી શુસોભન સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સલામતી વ્યવસ્થાની સાથે 50 હજારથી પણ વધુ વ્યક્તિના જનસમુહને અંકુશમાં રાખવો એ વહિવટી તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાના વોર્ડ તથા ગામોમાંથી વહિવટી તંત્ર ઉપરાંત પદાદિકારી-હોદ્દેદારો લોકોને સેન્ટ્રલ વિસ્ટા કે જ્યાં રોડ શો છે ત્યાં સુધી લાવશે. અને અહીં 50 જેટલા બ્લોક રાખવામાં આવ્યા છે જ્યાં આ લોકો ઉભા રહીને વડાપ્રધાનને આવકારી શકશે.
મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
સેન્ટ્રલ વિસ્ટાને તિરંગાની થીમ પર સજાવટ
ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે મહાત્મા મંદિર જવા રવાના થશે. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પણ રોડ શો કરવાના છે તે જગ્યાને તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો છે. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો છે તો તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા છે. રોડ શોને લઈને સેન્ટ્રલ વિસ્ટાનો માર્ગ આજે બંધ રહેશે તથા મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્થ, રાજભવન જતા તમામ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો આ તમામ વિસ્તારને નો ડ્રોન પણ જાહેર કરીને તેનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.
રોડ શોના રૂટ પર અધિકારી-પદાધિકારીઓ દ્વારા વોક થ્રુ
ગાંધીનગરમાં વડાપ્ર્ધાનનો રોડ શો છે ત્યારે આ રોડ શોને સફળ બનાવવા માટે સ્થાનિક પદાધિકારીઓ અને હોદ્દેદારો સહિત વહિવટી તંત્ર પણ કામે લાગ્યું છે. સલામતી ઉપરાંત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે પદાધિકારીઓ અને અધિકારીઓએ રોડ શોના આ રૂટ ઉપર વોક શું કર્યું હતું અને નાનામાં નાની બાબતની સમીક્ષા કરીને નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારે આયોજન કરવા માટે એકમત થયા હતા. ગાંધીનગરના પ્રભારી મંત્રીએ પણ કલેક્ટર, પોલીસવડા તથા કમિશનરને સાથે રાખીને આ રૂટ ઉપર વોક થ્રુ ર્યું હતું અને તમામ વ્યવસ્થાની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.