આંખો નીચે ડાર્ક સર્કલ માટે બટાકાનો રસ ખૂબ ફાયદાકારક છે. તે કુદરતી બ્લીચની જેમ કામ કરે છે. તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.
આંખો નીચે ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઊંઘ ન આવવાને કારણે, ખાવાની ખોટી આદતો અને લાંબા સમય સુધી સ્ક્રીન ટાઇમને કારણે આંખોની નીચે કાળાશ આવી જાય છે.
ડાર્ક સર્કલ્સ માટે બટાટા
જોકે ડાર્ક સર્કલને ઠીક કરવા માટે બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પરંતુ તે એટલી મોંઘી હોય છે કે તેને વારંવાર ખરીદવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વખત આ પ્રોડક્ટ્સ ત્વચા માટે ખૂબ જ હાનિકારક હોય છે. જોકે તમે ઓછા ખર્ચે પણ બટાકાની મદદથી તેને ઠીક કરી શકો છો.
બટાકાનો રસ
ડાર્ક સર્કલ માટે બટાકાનો રસ ખૂબ ફાયદાકારક છે. તે કુદરતી બ્લીચની જેમ કામ કરે છે. તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલા એક કાચા બટાકાની છાલ ઉતારીને તેને છીણી લો. હવે તેને સુતરાઉ કપડામાં મૂકી તેનો રસ કાઢી લો.